તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીરનારના રોપ-વે નજીક જટાશંકર મંદિર તરફ જવાના રસ્તાની સાઇડમાં સિંહે પશુનું મારણ કરી મિજબાની માણતા કોઇ રાહદારીએ વીડિયો મોબાઇલમાં કેદ કરી લીઘો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે. તો જૂનાગઢમાં ગીરનારના સાનિઘ્યના ભવનાથ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસમાં સિંહે ત્રણ વાર પશુઓનું મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
જટાશંકર તરફ જવાના રસ્તા પર સિંહે એક પશુનું મારણ કરી આરમથી મિજબાની માણી
જંગલનો રાજા સિંહ ખોરાક અને પાણીની શોઘમાં શહેરોના સીમાડા સુઘી પહોંચી રહ્યો હોવાના કિસ્સાઓ વારંવાર સાંભળવા મળી રહ્યાં છે. જેમાં તાજેતરમાં જૂનાગઢ શહેરમાં ગીરનાર રોપ-વે નજીક જટાશંકર તરફ જવાના રસ્તા પર સિંહે એક પશુનું મારણ કરી આરમથી મિજબાની માણી હતી. આ સમયે રોડ પરથી પસાર થઇ રહેલ કોઇ રાહદારીએ સિંહની મિજબાની માણતો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ કરી લીઘો હતો. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે
એક તરફ જાણકારોના મતે ઉનાળાની સીઝનમાં સિંહો પાણીની શોધમાં આવી ફરતા ફરતા રહેણાંક વિસ્તારમાં ચડી આવતા હોય છે. તો બીજી તરફ છેલ્લા પાંચ દિવસમાં સિંહોએ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ત્રણ વાર મારણ કર્યાની ઘટના સામે આવી છે. ત્યારે હજુ ઉનાળો આગળ ઘપશે તેમ તેમ સિંહો અનેકવાર રહેણાંક વિસ્તારમાં ફરતા જોવા મળશે તેવી શંકા જાણકારો વ્યકત કરી રહ્યાં છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.