ગીરસોમનાથ:જંગલના રાજા બે સિંહબાળ અને સિંહણ સાથે ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવ્યા, દ્રશ્યો કેમેરામાં કેદ

ગીરસોમનાથ3 વર્ષ પહેલા
ગીર બોર્ડરના ગામડાઓમાં સિંહ પરિવારના ધામા
  • સિંહો અને લોકો ગીરમાં એકબીજાના પૂરક બનીને જીવે છે

ગીરનાં જંગલમાં રાજ કરતાં જંગલનાં રાજા પરિવાર સાથે ગ્રામ્ય પંથકમાં ચડી આવ્યા હતા. ગામથી થોડે દૂર વાડી વિસ્તારમાં જાણે લોકોને મળવા આવ્યા હોય તેમ બે સિંહબાળ અને સિંહણના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. મહત્વનું છે કે સિંહો અને લોકો ગીરમાં એકબીજાના પૂરક બનીને જીવે છે. પશુપાલકો જંગલ તરફ પોતાના પશુ ચરાવા જતા હોય ત્યારે સિંહો સાથે તેમનો ભેટો થાય તે સામાન્ય છે. ત્યારે લોકડાઉનમાં જાણે માણસોને જોવા સિંહો વ્યાકુળ થયા હોય તેમ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે.

(જયેશ ગોંધિયા, ઉના)

અન્ય સમાચારો પણ છે...