તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોમાંચક:ગીરનાર નેચર સફારીના રિસેપ્‍શન સ્‍થળે સિંહ પહોંચ્યો, લટાર મારતો સિંહ કેમેરામાં કેદ થયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • વહેલી સવારે રિસેપ્‍શન સ્‍થળે સફારીનું બુકીંગ કરાવવા આવેલા પ્રવાસીઓને ફ્રીમાં સિંહ દર્શનનો લ્‍હાવો મળયો

ગીરનાર નેચર સફારી પાર્ક શરૂ થયાના ગણતરીના દિવસોજ થયા છે. ત્‍યારે પ્રવાસીઓને મનભરીને સિંહ દર્શનનો લ્‍હાવો મળી રહયો છે. તેના વારંવાર અનેક વીડિયો સામે આવ્‍યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. દરમિયાન ગઇકાલે વહેલીસવારે જંગલના રાજા સિંહ પ્રવાસીઓનું સ્‍વાગત કરવા સામેથી સફારી પાર્કના રિસેપ્શન સ્‍થળ સુઘી પહોંચી લટાર મારતા નજરે પડતા હતા. જે નજારો નિહાળી પ્રવાસીઓ રોમાંચિત થયા હતા.

ગીરનારની ગોદમાં પ્રકૃતિની વચ્‍ચે સિંહ દર્શન કરવાનો લ્‍હાવો લેવો એક અનેરો મોકો હોય છે. તેવામાં વહેલી સવરમાં જ જો જંગલના રાજા સિંહ સામેથી આવીને દર્શન આપે તો સોનામાં સુગંધ મળી જાય છે. ગઇકાલે રવિવારે વહેલીસવારે આવું જ કંઇક જૂનાગઢમાં નેચર સફારી પાર્કના એન્‍ટ્રી ગેઇટ પાસે બન્‍યુ હતુ. જેમાં ગઇકાલે સવારે પ્રવાસીઓ ગીરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે રિસેપ્શન સ્‍થળ પર પહોચેલ ત્‍યારે દુર અંધારામાંથી એક ડાલમથ્‍થો સાવજ હુંકાર ભરતો સામેથી આવી પહોચ્‍યો હતો.

સિંહએ રસ્‍તા પર લટાર મારીને રિસેપ્શન સ્‍થળની દિવાલ કુદીને અંદર આંટાફેરા મારી ધીમે ધીમે જંગલ તરફ જતો રહ્યો હતો. આ સમગ્ર નજારો કોઇ પ્રવાસીએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. ત્‍યારબાદ સફારી શરૂ થતા અંદર મુલાકાતે ગયેલ પ્રવાસીઓને સૂર્યના કિરણો વચ્‍ચે મોર્નિંગ વોક કરતા બે સિંહો જોવા મળ્યા હતા. આમ, રવિવારે પ્રવાસીઓને જૂનાગઢ નેચર સફારી ખાતે મનભરીને સિંહ દર્શનનો અનેરો લ્‍હાવો પ્રાપ્‍ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો