વીજળી પડી:જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરખનાથ મંદિર પર વીજળી પડતાં શિખર ધરાશાયી થયું

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમી સાંજે જૂનાગઢમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ગાજવીજ અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો

જૂનાગઢ મહાનગરમાં આજે સાંજે 6 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘગર્જના સાથે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. આ સમયે જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ વરસાદ વરસ્યો હતો. એમાં ગિરનાર પર્વત પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડયાનો બનાવ બન્યો હોવાનું મોડેથી સામે આવ્યું છે.

ગિરનાર પર્વતના શિખર પર આવેલા ગોરખનાથ મંદિર પર વીજળી પડતાં મંદિરનું શિખર અને એની આસપાસનો અમુક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જોકે વીજળી પડતાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...