તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાદળોની જમાવટ:વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં હળવા ઝાંપટા પડ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજના સમયે અનોખું વાતાવરણ સર્જાયું હતું. - Divya Bhaskar
સાંજના સમયે અનોખું વાતાવરણ સર્જાયું હતું.
  • જૂનાગઢ શહેરમાં બપોર સુધી ગરમી, બફારો, સાંજના ઘનઘોર વાદળો રહ્યા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં હળવા વરસાદી માત્ર ઝાપટા પડ્યા હતા. દરમિયાન લોકો ઇચ્છી રહ્યા છે કે મેઘરાજા હવે મનમૂકીને વરસી પડે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કેટલાક સમયથી મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદ પડ્યો નથી. વરીસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.

દરમિયાન શહેર અને જિલ્લામાં દિવસના ભાગે બપોર સુધીતો ગરમી અને બફારાનો જ લોકોને સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સાંજના સમયે ઘનધોર વાદળોની જમાવટ થઇ જાય છે. ત્યારે મેઘરાજા હમણાં તૂટી પડશે તેવો માહોલ બને છે, પરંતુ મેઘરાજા મંડાણ કરતા નથી. ત્યારે હવે ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે. જો હવે વરસાદ ખેંચાય તો વાવતેરને નુકસાન જવાની ભિતી વ્યકત થઇ રહી છે. દરમિયાન શુક્રવારે સાંજના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં હળવા ઝાપટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...