તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:માંગરોળના શેરીયાજ ગામમાં આધેડે કામધંધો ના મળતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

માંગરોળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાના શેરીયાજ ગામમાં રહેતા કચરાભાઈ ઉકાભાઈ માલમ ઉ.વ.50 નામના પ્રૌઢ મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. પરંતુ તાજેતરમાં લોકડાઉનના કારણે મજૂરીનો કામ ધંધો ચાલતો ન હતો. આ બાબતનું લાગી આવતા ગઈકાલે પોતાના ઘરમાં એકલા હતા ત્યારે કચરાભાઈએ પંખાના હુકમાં દોરી વડે ગળેફાંસો ખાઈજીંદગી ટૂંકાવી લીધી હતી. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. આ ઘટનાથી પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

કોલ્ડ સ્ટોરેજમાં કાર્ટૂન માથે પડતા યુવકનું મોતજયારે માંગરોળ વેરાવળ બાયપાસ ૫૨ આવેલા વીંટા કોલ્ડ સ્ટોરેજમા મૂળ આસામના બિનય મહેરામ બરમન ઉ.વ.25 કામ કરી રહેલ હતો તે સમયે અચાનક મચ્છી ભરેલા કાર્ટૂન તેના પર પડતા બિનયને માથામાં ગંભીર ઇજા પહોચતા મોત નીપજ્યું હતું .આ બંન્ને કરુણ બનાવ અંગે માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...