તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોની હાલાકી વધી:ગુજરાતમાં નાળિયેર વિકાસ બોર્ડની ફાઇલ અભરાઇએ

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડ શરૂ કરવા માંગ

ગુજરાતમાં કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડ બનાવવાની ફાઇલ અભેરાઇએ ચડાવી દેવાય છે. પરિણામે ગુજરાતના 1,600 કિમીના દરિયાકાંઠાના 14 જિલ્લામાં નાળીયેરીના બગીચા ધરાવતા ખેડૂતોની હાલાકી વધી છે. ત્યારે જૂનાગઢમાં કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડનું સંશોધન કેન્દ્ર શરૂ કરવા માંગ કરાઇ છે.

આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના સંયોજક અતુલ શેખડાએ જણાવ્યું છે કે, દેશના 11 રાજ્યોમાં કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડ છે, માત્ર ગુજરાતમાં નથી! કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડની રચના થાય તો નાળીયેરની છાલ સહિતની ચિજમાંથી અનેક વેરાયટીનું ઉત્પાદન વધારવા અને તેનુું માર્કેટીંગ વધે તેમાટે બોર્ડ પ્રયાસ કરે છે. પરિણામે નાળીયેરના બગીચા ધરાવતા ખેડૂતોને આર્થિક લાભ થઇ શકે છે. ગુજરાતના 1600 કિમીના દરિયા કાંઠાના 14 જિલ્લામાં નાળીયેરીના બગીચા આવેલા છે. એમાંપણ સૌરાષ્ટ્રમાં ચોરવાડથી લઇને મહુવા સુધીનો દરિયા કિનારો નાળીયેરીના બગીચા માટે જાણીતો છે. ત્યારે જૂનાગઢ, માંગરોળ, કેશોદ, ચોરવાડમાં નાળીયેર ઉદ્યોગના વિકાસની ઉજળી તક હોય જૂનાગઢ જિલ્લાને કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડ આપવું જરૂરી છે.

આ માટે અગાઉ મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી પરંતુ જૂનાગઢ જિલ્લાને દરિયા કાંઠે 40 હેકટર જમીન ફાળવી નથી જેના કારણે આખી ફાઇલ અભેરાઇએ ચડી ગઇ છે. જો બોર્ડની રચના થાય તો 14 જિલ્લામાં નાળીયેરીના બગીચા ધરાવતા ખેડૂતોને આર્થિક લાભ થાય તેમ છે. સાથે હજ્જારો લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય તેમ છે. ત્યારે આ મામલે સત્વરે યોગ્ય કરવા ખેડૂત હિત રક્ષક સમિતીએ સરકાર સમક્ષ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...