75માં સ્વાતંત્રય પર્વની ઉજવણી:દેશના વિભાજનનું પુનરાવર્તન ન થાય તે માટે સંકલ્પબદ્ધ બનીએ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં 75માં સ્વાતંત્રય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલનું ઉદ્દબોધન : આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સીએમ રાષ્ટ્રધ્વજ ફરકાવશે

જૂનાગઢમાં આઝાદીકા અમૃત્ત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણીની શરૂઆત થઇ ચૂકી છે. દરમિયાન 15 મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સંબોધીત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સ્વાતંત્રય પર્વ શહીદ સ્વાતંત્રય વિરો-ક્રાંતિવીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનું પર્વ છે. ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા જેવા મહાન નાયકોને જન્મ આપ્યો છે.

રાજ્યપાલે દેશના વિભાજનની ઘડીને યાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે,જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારત દેશે વિભાજનની કરૂણાંતિકાને અનુભવી હતી. હવે તેનું પુનરાવર્તન થાય નહી તે માટે આપણે સંકલ્પબદ્ધ થવાનું છે. આરઝી હકુમત અંગે જણાવ્યું હતું કે જૂનાગઢનો આરઝી હકુમતનો સંગ્રામ નવી પેઢીને પ્રેરણા આપે છે. આ તકે સ્વાતંત્રય વિરોના બલિદાન,આરઝી હકુમત સહિતની શોર્યગાથાના દેશભક્તિસભર નાટકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. દરમિયાન રવિવારે બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીન હસ્તે ધ્વન વંદન કરવામાં આવશે. આ તકે પોલીસ દ્વારા લેજીમ નૃત્ય, ડોગ શો, ડ્રોનનું ડ્રેમોસ્ટ્રેશન, શોર્યગીતો સહિતના સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ થશે. સાથે સ્વાતંત્રય સેનાનીનું સન્માન કરવામાં આવશે.

હેરીટેઇઝ બહાઉદ્દીન કોલેજને કલરનો પીછડો કે રોશની નહિ!
જૂનાગઢમાં સ્વાતંત્રય પર્વની ઉજવણીને લઇને લાખ્ખો રૂપિયાનો ખર્ચ માત્ર રંગરોગાન અને રોશની પાછળ કરવામાં આવ્યો છે. જોકે, તેમાંથી બધાના આશ્ચર્ય વચ્ચે ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની બાદબાકી કરાઇ છે. જોવાની ખૂબી એ છે કે, માત્ર થોડા સમય પહેલા જ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ બિલ્ડીંગને હેરીટેઇઝ જાહેર કરાયું છે.

અહિં સરદાર વલ્લભભાઇ પટેલે સભા સંબોધી હતી, આરઝી હકુમતનો સ્તંભ પણ છે જેનું દર વર્ષે મનપા (કરવા ખાતર)પૂજન કરે છે. હાલ સ્વાતંત્રય પર્વની ઉજવણીને લઇ શહેરના અનેક ડિવાઇડરો, નરસિંહ તળાવની પાળીને પણ કલર કરાઇ રહ્યો છે. સાથોસાથ અનેક સરકારી બિલ્ડીંગોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. પરંતુ હેરીટેઇઝ જાહેર થયેલા ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના બિલ્ડીંગને ન તો કલરનો પીછડો લાગ્યો છે, કે નતો રોશનીથી ઝગમગતું કરાયું છે. કદાચ, જૂનાગઢના અધિકારી, પદાધિકારીઓને હેરીટેઇઝ બિલ્ડીંગમાં રસ જ ન હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...