ગરમ કપડા બજાર સુમસામ.:વતન છોડી 4 મહિના રોજગાર માટે આવ્યા, ઠંડીનાં અભાવે ઘરાકી ઘટી

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિયાળો જામ તો ન હોઇ લોકોએ ગરમ કપડાં ખરીદવાનું માંડી વાળ્યું અને ગરમ કપડા બજાર સુમસામ. - Divya Bhaskar
શિયાળો જામ તો ન હોઇ લોકોએ ગરમ કપડાં ખરીદવાનું માંડી વાળ્યું અને ગરમ કપડા બજાર સુમસામ.
  • હિમાચલ પ્રદેશથી આવેલો પરિવાર સિઝન પૂર્ણ થયા બાદ વતન પહોંચી ખેતી કામમાં જોડાય છે

હાલની સ્થિતિ મુજબ વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યોં છે અને બપોરના સમયે લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.હજુ શિયાળો જામતો ન હોય ગરમ કપડાના સ્ટોલ પર ઘરાકી ઘટી ગઈ છે.જૂનાગઢમાં વિવિધ જગ્યાએ હિમાચલ પ્રદેશમાં વસતા લોકોએ ગરમ કપડાના સ્ટોલ શરૂ કર્યા છે.પરંતુ સ્ટોલ ધારકોએ જણાવ્યું હતું કે ઠંડીની ઋતુ જામતી નથી જેથી જોઈએ એ પ્રમાણમાં વેંચાણ થઈ શકતું નથી.આ ઉપરાંત બજારોમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યોં છે.અત્રે ઉલ્લેખનીય છે,કે આ વર્ષે ગરમ કપડાંમાં ટોપી,હાથ મોજા, મફલર,જર્સી,કોટ સહિતની વસ્તુઓમાં ગત વર્ષની સરખામણીએ થોડા અંશે ભાવ વધારો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સીઝન બાદ ખેતી કામ કરીએ છીએ
આ અંગે બજારના રાજ્યમાંથી વ્યસાય અર્થે આવેલા સ્ટોલ ધારકે કહ્યું હતું કે 4 મહિના અહિયાં ગરમ કપડાના વ્યસાય માટે આવીએ છીએ અને કામ માટે અન્ય લોકોને રાખી પગાર ચૂકવીએ છીએ આ સીઝન પૂર્ણ થયા બાદ વતનમાં પહોંચી ખેતી કામમાં લાગી જઈએ છીએ. - કર્માભાઇ, (હિમાચલ પ્રદેશ)

માલ પડ્યો પણ રહે છે તો નુકસાન
વધુમાં અન્ય સ્ટોલ ધારકે કહ્યું હતું કે અમે 40 વર્ષથી આ વ્યસાય સાથે જોડાયેલા છીએ કોઈ સીઝન માં ઠંડીનું પ્રમાણ ઓછું રહે તો ખરીદી કરી લાવવામાં આવેલો માલ પણ પડ્યો રહે છે.

અન્ય સમાચારો પણ છે...