લોકો મુઝવણમાં:આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે લીવીંગ સર્ટીફિકેટ માન્ય નહીં !

ગડુ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50થી વધુ વયના લોકો મુઝવણમાં મુકાયા કે, અમારે દાખલો શોધવા ક્યાં જવું ?!

આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરવાનો સમય વિતી ગયા બાદ હાલ 1 હજાર રૂપિયા પેનેલ્ટી વસૂલવામાં આવી રહી છે અને લોકોને આર્થિક બોજનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી બાજુ આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ, જન્મ તારીખ મેચ ન થતી હોય તો પહેલાં આધારકાર્ડ અપડેટ માટે જવુ પડે છે. પરંતુ તેમા એ સ્થિતીનું નિર્માણ થતુ જોવા મળે છે કે, આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારા માટે લીવીંગ સર્ટી માન્ય નથી ગણાતુ ફરજીયાત જન્મ તારીખનો દાખલો લઈને જવુ પડે છે. જો કે, 50 વર્ષની વયના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે અત્યારે તેમની પાસે જન્મ તારીખનો દાખલો ઉપલબ્ધ નથી. અને લીવીંગ સર્ટી તો છે જ પણ તેમનાથી આધારકાર્ડ અપડેટ થતુ નથી.

ચૂંટણીકાર્ડ આધારકાર્ડ સાથે લીંક થશેઆ ઉપરાંત ચૂંટણીકાર્ડની સાથે આધારકાર્ડને જોડવાની કામગીરી પણ શરૂ છે. અને મોટાભાગે બીએલઓ પાસે આ કામગીરી થઈ રહી છે. જો કે, તે નિ:શુલ્ક થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

લોકોએ કહ્યું, અમને ખબર જ ન હતી
ગ્રામ્ય વિસ્તારના લોકોએ કહ્યું હતું કે, આધારને પાન સાથે જોડવાની અમને ખબર જ ન હતી. જેથી થોડા સમય માટે પેનલ્ટી ચાર્જમાં ઘટાડો કરવામાં આવે તો લોકોને ફાયદો થઈ શકે તેમ છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...