આવેદન:મનપામાં નેતા, અધિકારીઓના 14 સગાની ભરતીનો વિરોધ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકામાં થયેલ 14 કર્મીઓની ભરતી સામે આમ આદમી પાર્ટીએ વિરોધ વ્યકત કર્યો હતો. આ મામલે યોગ્ય નહિ થાય તો કોર્ટના દ્વાર ખટખટાવવાની પણ ચિમકી ઉચ્ચારાઇ છે. આ અંગે આમ આદમી પાર્ટીના ચેતનભાઇ ગજેરાની આગેવાનીમાં આપના કાર્યકરો મનપામાં ગયા હતા અને કમિશ્નર રાજેશ તન્નાને આવેદન આપ્યું હતું.

આવેદનમાં જણાવાયું હતું કે, કોઇપણ પ્રકારની જાહેરાત આપ્યા વિના કે ઇન્ટરવ્યૂ લીધા વિના મનપામાં 14 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આ કર્મીઓ, નેતાઓ અને અધિકારીઓના સબંધી થાય છે માટે સીધી ભરતી કરી દેવાઇ છે. ત્યારે આ ભરતી રદ કરી નિયમાનુસાર ભરતી કરવાની અમારી માંગ છે. જો ફરી ભરતી કરવામાં નહિ આવે તો આ મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેમ છત્તાં ઉકેલ નહિ આવે તો કોર્ટના દ્વાર પણ ખટખટાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...