તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બી ડિવીઝન એરીયામાં તાળાની ચાવી બનાવવાના બહાને એક ઘરમાં ઘુંસી મકાન માલિકની નજર ચૂકવી 2,52,000ના સોનાના દાગીનાની ચોરી કરનાર આંતરરાજ્ય ચીખલીકર ગેન્ગના 2 સભ્યોને જૂનાગઢ એલસીબીએ ઝડપી લીધા છે. ઘરફોડી કરનાર આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન બાતમી મળી કે સુરતની ચીકલીકર ગેન્ગ, કે જે ચાવી બનાવવાના બહાને ઘરફોડી કરે છે તેના 2 સભ્યો જોષીપરામાં આંટાફેર કરી શિકાર શોધી રહ્યા છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે જઇ બન્ને શખ્સોને ચોરી કરે તે પહેલા ઉઠાવી લીધા હતા. દરમિયાન પોલીસની પૂછપરછમાં મુખ્ય સૂત્રધારનું નામ પરબતસિંગ દિલીપસિંગ ચીકલીકર હોવાનું જણાવા મળ્યું હતું. એલસીબીએ તેની પાસેથી સોનાના દાગીના મળી કુલ 4,08,360નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપી સામે સુરત, રાજકોટ અને મહારાષ્ટ્રના પુના તેમજ નાંદુરબારમાં મળી કુલ 16 ગુના નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપી અમૃતસિંગ ઓમકારસિંગ ચિકલીકર સામે મહારાષ્ટ્રના નાંદુરબાર અને સુરતમાં મળી કુલ 4 ગુના નોંધાયા છે.તેની પાસેથી સોનાના દાગીના, મોબાઇલ ફોન મળી કુલ 2,12,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છેે.
બીજા 10 ગુનાની તપાસ
બન્ને આરોપી સુરતના રહેવાસી છે અને તેનું મૂળ વતન મહારાષ્ટ્રનું નાંદુરબાર છે. બન્ને પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરાયો છે. જ્યારે અન્ય 10 ગુના કરેલા છે તેની તપાસ કરી ગુના દાખલ કરવામાં આવશે. > રવિતેજા વાસમ શેટ્ટી, એસપી.
આરોપીની મોડસ ઓપરેન્ડી
દિવસ દરમિયાન શેરી, મહોલ્લામાં ફેરી કરી ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘુંસી એકલ દંપત્તિ, વૃદ્ધને ટાર્ગેટ બનાવતા હતા. બાદમાં નજર ચૂકવી દાગીનાની ઉઠાંતરી કરતા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.