કાર્યવાહી:પોરબંદરના બુટલેગરને પાસામાં ધકેલતી જૂનાગઢની એલસીબી

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરથી ઝડપી લઇ સુરત લાજપોર જેલમાં મોકલી દેવાયો

જૂનાગઢ એલસીબીએ પોરબંદરથી પ્રોહિબીશન બુટલેગરને ઝડપી લઇ સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે. દારૂની બદીને નાબુદ કરવા અને આવા ગુનેગારો સામે કડક પગલાં લેવાની ઉચ્ચ અધિકારીની સૂચના બાદ જૂનાગઢ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે રહેતા સુજાતખા ઇભરામખા ઉર્ફે ઇબ્રાહિમખા બેલીમની પ્રોહિબીશનના કેસમાં સંડોવણી હોય એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી રજૂ કરતા જિલ્લા મેજીસ્ટ્રેટએ આરોપી સામે પાસાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું.

બાદમાં જૂનાગઢ એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી સુજાતખા ઇભરામખા ઉર્ફે ઇબ્રાહિમખા બેલીમ પોરબંદર જિલ્લાના માધવપુર ગામમાં પંચાયત ઓફિસની બાજુમાં આવેલ તેમના ઘરે હોવાની બાતમી મળતા તેને ઝડપી લઇ સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...