તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:જૂનાગઢમાં કારના સ્ટોકયાર્ડમાં ચોરીનો પ્રયાસ કરનાર તરૂણ અને તરૂણી સીસીટીવીમાં કેદ થતા એલસીબીએ ઝડપી પાડ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંન્નેએ કાર ચોરી કર્યા બાદ વેંચી ભાગ પાડી લેવાનું નક્કી કર્યું હોવાની પોલીસ પૂછપરછમાં કબૂલાત આપી

જૂનાગઢ ટાટા મોટર્સના સ્ટોક યાર્ડમાંથી કાર ચોરવાનો પ્રયાસ નવો કીમિયો અજમાવ્યો કિસ્સો સામે આવ્યો છે. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં એક યુવક અને યુવતીએ કારના લોક ખોલી ચોરી કરવાનો પ્રયાસ કરે છે પરંતુ એક પણ કાર ચાલુ ન થતાં વાયરીંગ તોડી લોક ખોલવા પ્રયત્ન કરતા જોવા મળેલ છે. આ ઘટના અંગે શોરૂમના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના પગલે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ચોરીનો પ્રયાસ કરનાર તરૂણ-તરૂણીને એલસીબીએ હસ્તગત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢમાં જેતપુર રોડ પર સરગવાડાના પાટીયા પાસે આવેલા ટાટા મોટર્સનાં સ્ટોક યાર્ડમાં રહેલી કારનો લોક તોડી ચોરી કરી લઈ જવા પ્રયાસ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થયાનું સામે આવ્યું હતું.

ફરિયાદના આધારે એલસીબીએ સીસીટીવી કેમેરાના ફુટેજો ખાંગાળી જેમાં જાણવા મળેલ હક્કીતના આધારે સાબલપુર ચોકડી નજીકથી એક તરુણ અને તરુણીને પકડી પાડી પૂછપરછ કરતા બંન્નેએ કાર ચોરી કરી વેંચી નાખી પૈસાનો ભાગ પાડવાનું નક્કી કર્યું હતું. પરંતુ કાર ચાલુ ન થતા જેતપુર જતા રહ્યાની કબૂલાત આપી હતી. એલસીબીએ હસ્તગત કરી બંન્ને તરૂણ-તરૂણીને તેમના વાલીઓને સોંપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...