• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • LCB Nabs Smuggler Who Carried Out Theft Of 10 Lakh Worth Of Goods In Junagadh, Police Nabs Accused By Pretending To Be A Newspaper Vendor

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:જૂનાગઢમાં 10 લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપનાર તસ્કરને એલસીબીએ ઝડપી પાડ્યો, પોલીસે ન્યૂઝ પેપરના ફેરિયાનો સ્વાંગ રચી આરોપીને દબોચ્યો

જુનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુનામાં ઉપયોગ કરેલ મો.સા. સહિત મળી કુલ રૂ .૪,૭૦,૭૮૦ / - નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો

જુનાગઢ ટીંબાવાડી વિસ્તારમાં પ્રમુખ નગર માં થોડા સમય પહેલા મોડી રાતના ચોરીની ઘટના બની હતી. જેને લઈ જુનાગઢો સી ડિવિઝન પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. મકાન મલિક જગમાલભાઇ નાથાભાઇ કરંગીયાના બંધ મકાનના મેઇન દરવાજાનું તાળુ તોળી ઘરમાં ઘૂસી ધરના બેડ રૂમર્મા કબાટના ખાનાનુ લોક તોળી ખાનામાં સુટકેશમાં રાખેલ રોકડ રૂપીયા આશરે 5,80,000 લાખ તેમજ અલગ અલગ સોનાના દાગીના જેમનો વજન આશરે 11,8 ગ્રામ જેની કિ.રૂ. ૪,૧૩,૦૦૦ / - તથા ચાંદિના સીક્કા ૩ જેની કિ.રૂ. ૩,૦૦૦ / - મળી કુલ રૂપીયા ૯,૯૬,૦૦૦ / - મુદામાલની ચોરી થયાની ફરિયાદ મકાનમાલિક જગદીશભાઈ કરંગીયાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.

જે બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જુનાગઢ એસ.પી રવિ તેજા વાસમ સેટ્ટી ની સૂચના થી ક્રાઇમ બ્રાન્ચ , જૂનાગઢના પીઆઈ એચ.આઇ.ભાટી તથા પીએસઆઈ ડી.જી.બડવા તથા પો.સ્ટાફ ને અંગત બાતમીદારો તથા બનાવ સ્થળ તથા બનાવ સ્થળની નજીકના સી.સી.ટી.વી. ફુટેઝ તથા ટેકનીકલ સેલના માધ્યમથી પ્રયત્ન ચાલુ હતા . દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ.આઇ.ભાટી તથા પીએસઆઈ ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વી.કે.ચાવડા તથા પો.હે.કો. જે.એમ.કનેરીયા તથા પો.કો. સાહીલ હુશેનભાઇ સમા , ભરતભાઇ હમીરભાઇ સોલંકી એ રીતેના પો.સ્ટાફના માણસો જૂનાગઢ મધૂરમ બાયપાસ ઉપર આવતા બાતમી મળી હતી કે , એક ઇસમ કે જે શરીરે જાડો સરખો છે અને તેણે ચોકડી વાળો શર્ટ તથા આછા લીલા કલરનું પેન્ટ પહેરેલ છે અને આ ઇસમ વડોદરા પાસીંગના કાળા કલરના પલ્સર મોટર સાયકલ ઉપર આશરે એક બે કલાકથી મધુરમમાં આવેલ સોસાયટી વિસ્તારમાં આંટાફેરા કરે છે અને બંધ મકાનોની આજૂબાજૂ શંકાસ્પદ રીતે રેકી કરતો હોવાનું જાણવા મળતા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા ન્યૂઝ પેપરની ફેરીવાળાનો સ્વાંગ ધારણ કરી સ્વામીમંદિર પાસે વોચમાં ગોઠવાયેલ અને વોચમાં હતા.જે વ્યક્તિ આવતા પુછપરછ કરતા આ ઇસમ ગલ્લા તલ્લા કરવા લાગેલ અને બહાના બતાવતો અને તેની હાજરીને કોઇ ચોક્ક્સ કારણ જણાવતો ન હોય અને શંકાષ્પદ જવાબો પોલીસની ભાષામાં પૂછતા તેને પોતાનું ના કલ્પેશ બચૂભાઇ પરમાર દાહોદ નો રહેવાશી જણાવ્યું હતું . પોતે ગુનો કર્યાનું કબૂલ્યું હતું.

પોલીસે આરોપી પાસેથી સોનાના ઢાળીયા નં .૨ કિ .૩.૪,૧૮,૫૦૦ બજાજ કંપનીનું પલ્સર રજી.નં જીજે - ૦૬ - એનપી -૧૫૫૯ ની કિ.રૂ .૫૦,૦૦૦ , મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૨૦૦૦ , રોકડા રૂ .૨૮૦ કુલ મળી ૪,૭૦,૭૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળ કરી હતી.કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચ.આઇ.ભાટી તથા પીએસઆઈ ડી.જી.બડવા પીએસઆઈ ડી.એમ.જલ એ.એસ.આઇ. વિક્રમ કે ચાવડા તથા પો.હેડ કોન્સ . યશપાલસિંહ જોડજા , જયદિપ એમ કનેરીયા , તથા પોલીસ કોન્સ . સાહીલ હુસેનભાઇ સમા , ભરત હમીરભાઇ સોલંકી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરી ગુના નો ભેદ ઉકેલ્યો હતો

અન્ય સમાચારો પણ છે...