તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલસીબી બની મદદગાર:સોનાના પડી ગયેલા 8 લાખના દાગીના શોધી કાઢતી એલસીબી

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાડીમાંથી દાગીના પડી ગયા હતા
  • સીસીટીવી ચેક કરતા બંટિયા ગામના પિતા પુત્રને દાગીના મળ્યાનું જાણવા મળ્યું હતું

ઝાંઝરડા રોડ પર રહેતા કાલીચરણભાઈ, પ્રભાતભાઈ ચાવડા લગ્ન પ્રસંગે સોનાના દાગીના 16 તોલા કીંમત રૂ.8 લાખના લઈ સુટકેશમાં રાખી ફોરવ્હિલરની ડેકીમાં મુકી રાજકોટ જવા નિકળ્યા હતા. દરમ્યાન સામાનની હેરફેર કરતા દાગીના રોડ પર પડી ગયા હતા. આ રીતે રૂ. 8 લાખના દાગીના ગુમ થયાની એલસીબીને જાણ કરી હતી.

બાદમાં રેંન્જ ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સુચનાથી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, ડી.એમ. જલ્લુ અને સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન સીસીટીવી ફુટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે દાગીના વિકલાંગ વૃદ્ધ અને તેના પુત્રને મળ્યા હતા.

બન્ને માણાવદર તાલુકાના નાવડા ગામના રહિશ છે અને હાલ બંટીયા ગામે ભાગ્યું રાખી ખેતી કરે છે. બાદમાં એલસીબીએ જઈ તપાસ કરી પીતા પુત્ર પાસેથી તમામ દાગીના પરત મેળવી મુળ માલીકને પરત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...