કાર્યવાહી:બળાત્કાર, હત્યાના આરોપીને ગુંદાસરીથી ઝડપી લેતી એલસીબી

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બીજી લહેરમાં સિવીલના 5માં માળેથી ભાગ્યો હતો

બળાત્કાર અને હત્યાના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ ગુંદાસરીથી દબોચી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ ગોરધન રાયસીંગ નાયક નામના 25 વર્ષિય યુવક સામે વર્ષ 2016માં બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધાયો હતો. દરમિયાન કોરોનાની બીજી લહેરમાં સિવીલ હોસ્પિટલના પાંચમાં માળે આવેલ કેદી વોર્ડમાં રવિ તુલસીભાઇ સોલંકી અને ગોરધન રાયસીંગભાઇ નાયકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન બન્ને આરોપીઓ 5માં માળના કેદી વોર્ડના શૌચાલયની બારીમાંથી નાસી ગયા હતા.

આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ એલસીબીને સૂચના આપી હતી. બાદમાં રવિ તુલસી સોલંકીને એલસીબીએ અગાઉ ઝડપી લીધો હતો જ્યારે ગોરધન નાયક હજુ ફરાર હતો. દરમિયાન એલસીબીને બાતમી મળી કે, ગોરધન નાયક જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ગુંદાસરી ગામે છુપાયેલો છે. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ.ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, એ.ડી. વાળા અને સ્ટાફે ગુંદાસરી ગામે જઇ આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...