તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પ્રોહિબીશનના ગુનામાં ફરાર 2 શખ્સોને ઝડપી લેતી એલસીબી

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જૂનાગઢ એલસીબીએ પ્રોહિબીશનના ગુનામાં ફરાર 2 આરોપીને ઝડપી લઇ જે તે પોલીસ સ્ટેશન હવાલે કર્યા છે. ગુન્હો કર્યા બાદ લાંબા સમય સુધી ફરાર રહેલા આરોપીઓને શોધી કાઢી પોલીસ સ્ટેશન હવાલે કરી ધોરણસરની કાર્યવાહી કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી. બાદમાં એલસીબીએ ખાસ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન જૂનાગઢ એ ડિવીઝનનો પ્રોહિબીશનના ગુનાનો ખામધ્રોળ ખાતે રહેતો આરોપી કાસમ તૈયબભાઇ સીડા છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. આ આરોપી ગાંધીનગરના કલોલ ખાતે તેમના પિતાજી સાથે રહેતો હોવાની બાતમી મળી હતી. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ. આઇ. ભાટી, પીએસઆઇ ડી. જી. બડવા અને સ્ટાફે ગાંધીનગરના કલોલ ખાતે જઇ આરોપીને ઝડપી લઇ એ ડિવીઝન પોલીસ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો