તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીસીટીવીમાં કેદ હુમલો:જૂનાગઢના ઢાલ રોડ પર કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, ટોળાએ ઈંડાની દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો

જૂનાગઢ7 દિવસ પહેલા
  • હુમલા પાછળનું કારણ અકબંધ, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

જૂનાગઢ શહેરના અતિ વ્યસ્ત એવા ઢાલ રોડ પર શનિવારે ઈંડાની એક દુકાન પર ટોળાએ કોઈ કારણોસર ધોકા અને અન્ય હથિયારો વડે તોડફોડ કરી ભયનો માહોલ સર્જયો હતો. ઢાલ રોડ પર જાણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જ ના હોય તેમ ટોળાએ આતંક મચાવી કાયદાના લીરેલીરા ઉડાવ્યા હતા. તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. જો કે, હુમલા પાછળનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી.

તોડફોડની ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા
જૂનાગઢમાં હથિયારધારી આવરા શખ્સોનું એક દુકાન પર ત્રાટક્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયેલો હતો. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જૂનાગઢના ઢાલ રોડ ઉપર મારામારીની આ ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોથી ધમધમતા એવા જૂનાગઢના ઢાલ રોડ ઉપર અચાનક 15 થી 20 લોકોનું ટોળું એક દુકાન ઉપર તૂડી પડયું હતું અને દુકાન તેમજ આસપાસમાં પડેલ વાહનોમાં તોડફોડ કરવા લાગ્યું હતું. આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

શનિવારે સાંજે હુમલાની ઘટના બની
આ ઘટનાની પ્રાપ્ત માહિતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજના સમયે ઢાલ રોડ ઉપર આવેલ જનતા એગ નામની દુકાન પર 15 થી 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં દુકાન બહાર પડેલા વાહનો અને દુકાનની અંદર ઘૂસીને ટોળાએ લાકડી, ધોકા સહિતના હથીયારો વડે સરાજાહેર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દઈ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આ મામલે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...