તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપીલ:જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલનો પ્રારંભ

જૂનાગઢ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહાય મેળવવા માટે 30 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2021-2022 માટે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેમાં ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓના વિવિધ ઘટકો માટે તા. 6/3/21 થી તા.30/4/2021 સુધી ખેડૂતો અરજી કરી શકે તે અનવ્યે આઇ- ખેડુત પોર્ટલ (I-Khedutportal) ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આઇ- ખેડુત પોર્ટલમાં ઓનલાઇન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે સાથે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી જગ્યાએથી પણ અરજી કરી શકાશે. તેમજ અરજી કરતી વખતે 7/12 અને 8-અ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક પાસબુકની વિગત વગેરે સાથે રાખવી જરૂરી છે.

ખેડૂતોએ અરજી કર્યા બાદ અરજીની પ્રીન્ટ આઉટ મેળવી, સહી/અંગુઠો કરી જરૂરી સાધનિક કાગળો સહ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્યસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી)ને પહોંચાડવાની રહેશે. જેથી જિલ્લાના ખેડૂત મિત્રોને વિવિધ સહાય યોજનાઓ હેઠળ બહોળો લાભ લેવા માટે સમય મર્યાદામાં અરજી કરી સબંધિત કચેરીમાં જમા કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...