જૂનાગઢમાંથી MD ડ્રગ્સ ઝડપાયું:જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 233 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સની અટકાયત

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ ડ્રગ માફીયો - Divya Bhaskar
ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ ડ્રગ માફીયો
  • એલસીબીએ ડ્રગ્‍સના જથ્‍થા ઉપરાંત રોકડ રકમ, કાર, મોબાઇલ, વજન કાંટા સહિત કુલ રૂ.28.57 લાખનો મુદામાલ જપ્‍ત કર્યો
  • ડ્રગ્‍સકાંડનો મુખ્‍ય સુત્રઘાર પરપ્રાંતીય શખ્‍સ હોવાનું સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ઘરી

જૂનાગઢ શહેરના રામદેવપરા વિસ્‍તારમાંથી બાતમીના આઘારે એલસીબીની ટીમએ 23 લાખની કિંમતનો 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સના જથ્‍થા સાથે એક યુવકને ઝડપી લીઘેલ હતો. જૂનાગઢના ઇતિહાસમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્‍સનો જથ્‍થો ઝડપાતા ચકચાર પ્રસરી છે. તો એલસીબીએ પકડાયેલ ડ્રગ્‍સ માફીયા પાસેથી અડઘા લાખની રોકડ તથા અન્‍ય મળી કુલ રૂ.28.57 લાખનો મુદામાલ જપ્‍ત કર્યો હતો. આ મામલે પોલીસે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોઘવા તજવીજ હાથ ઘરી છે.

માહિતી આપી રહેલ પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટી
માહિતી આપી રહેલ પોલીસવડા રવિતેજા વાસમ શેટ્ટી

તાજેતરમાં જ જીલ્‍લાના ગડુ ગામ પાસેથી એસઓજીની ટીમે ડ્રગ્‍સના જથ્‍થા સાથે હેરાફેરી કરતા એક શખ્‍સને ઝડપી લીઘો હતો. ત્‍યારબાદ જૂનાગઢ જીલ્‍લામાં ડ્રગ્‍સનું દુષણ વઘી રહ્યું હોવાની શરૂ થયેલ ચર્ચાઓ વચ્‍ચે પોલીસ પણ સર્તક બની હતી. આ દૂષણને ડામી દેવા જીલ્‍લા પોલીસવડા રવિતેજા વાસમશેટ્ટીએ બ્રાંચોને વિશેષ પેટ્રોલીંગ સાથે વોચ રાખવા ખાસ સૂચના આપી હતી. દરમિયાન આજે એલસીબીના પીએસઆઇ ડી.જી.બડવા તથા સ્‍ટાફના દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરાને બાતમી મળેલ કે જૂનાગઢમાં રામદેવપરા (કસ્તુરબા સોસાયટી)માં રહેતો હરેશ ભુપતભાઇ વદર ના રહેણાંક મકાનમાં મોડીરાત્રીના ડ્રગ્સના જથ્થાનું ડિલીંગ થવાનું છે. જે હકીકતના આધારે એલસીબીના પીઆઇ એચ.આઇ.ભાટીની સુચનાથી રામદેપરા (કસ્તુરબા સોસાયટી ) શેરી નં.4 ના નાકે અલગ-અલગ ટીમો બનાવી વોચ તૈનાત કરી હતી.

દરમ્‍યાન મોડીરાત્રીના બાતમીવાળા મકાને એક કાર આવતા તેમાંથી નીચે ઉત્તરેલ શખ્‍સને સ્‍ટાફએ ઝડપી લઇ તલાસી લેતા તેના પેન્ટના ખીસ્સામાંથી એક પ્લાસ્ટીકની પારદર્શક કોથળીમાં મેલા સફેદ રંગનો ક્રિસ્ટલ સ્વરૂપનો પાવડર પદાર્થ મળી આવેલ હતો. જેથી એફએસએલ અધિકારીને સ્‍થળ પર બોલાવી પરીક્ષણ કરાવતા મળી આવેલ મેલા સફેદ રંગનો ક્રિસ્ટલ સ્વરૂપનો પાવડર પદાર્થ મેફેડ્રોન ડ્રગ્‍સ હોવાનું જણાયેલ હતુ. યુવાન પાસેથી મળી આવેલ 233.78 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ (કિ.રૂ.23,37,800) નો જેથી તપાસ અર્થે કબ્જે કરી કારની તલાસી શરૂ કરતા તેમાંથી રૂ.49,800 રોકડા, મોબાઇલ કિ.રૂ.70 હજાર, કાર કિ.રૂ.4 લાખ તથા વજનકાંટા સહિતનો કુલ રૂ.28.57 લાખનો મુદામાલ મળી આવતા જપ્‍ત કર્યો હતા. બાદમાં એલસીબીએ પકડેલ આરોપીનું નામ હરેશ ભુપતભાઇ વાદર હાલ રહે.દોલતપરા, કસ્તુરબા સોસાયટી-જૂનાગઢ તથા મળુ રહે.ઝાંઝરડા ગામ, ઘંધુસર તા.વંથલીવાળાને જપ્‍ત મુદામાલ સાથે એ ડીવીઝન પોલીસને સોપી એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંઘાવેલ હતો.

એલસીબીએ પકડેલ ડ્રગ્‍સનો જથ્‍થાનો મુખ્‍ય સુત્રઘાર પરપ્રાંતીય શખ્‍સ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતુ હોવાથી પોલીસે આગળની તપાસ હાથ ઘરી છે. તો જૂનાગઢ ઇતિહાસમાં સૌથી મોટી માત્રામાં ડ્રગ્‍સ ઝડપી લેવાના સફળ ઓપરેશનમાં એલસીબીના અઘિકારીઓ ઉપરાંત સ્‍ટાફના વી.એન.બડવા, નિકલ પટેલ, એસ.એ.બેલીમ, જીતેષ મારૂ, દિપક બડવા, ભરત ઓડેદરા, મયુર કોડીયાતર, દિવ્યેશ ડાભી, વરજાંગભાઇ બોરીચા સહિતનાએ ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...