બેઠક:જૂનાગઢ શહેરની સ્કૂલ, કોલેજમાં ભાષામંડળની રચના કરાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતૃભાષા ગૌરવ જૂથની બેઠકમાં વિચારણા કરાઇ

જૂનાગઢ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ‌‌ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાષા સજ્જતા, ભાષા સંરક્ષણ અને ભાષા સંવર્ધન માટે વિવિધ પ્રવૃતિઓ જૂનાગઢમાં કેવી રીતે કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને માતૃભાષા ગૌરવ જૂથના સભ્યોની બેઠક દર મહિનામાં એક વખત યોજવામાં આવે, ભાષાપ્રેમીઓ માટે પ્રથમ કાર્યશાળા દિવાળી પછી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવે, સાહિત્ય અને જોડણીકોશ સહિત વ્યાકરણના પુસ્તકોનું પ્રદર્શન થાય, સરકારી, બિનસરકારી કચેરી તેમજ વ્યાવસાયિક એકમોમાં અશુદ્ધ નામ હોય તો માર્ગદર્શન આપી સુધારી શકાય,

જૂનાગઢની સ્કૂલ અને કોલેજમાં ભાષામંડળની રચના કરવી,શાળા-કોલેજની પ્રાર્થના સભામાં ગુજરાતી ભાષાના સારસ્વતોની જન્મતિથિ,પુણ્યતિથિ નિમિત્તે વાર્તાલાપ યોજાય. શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ સમક્ષ સર્જક સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરવુ, પૂર્વ પ્રાથમિકના બાળકો કક્કો સરળતાથી ગ્રહણ કરેએ માટેનું આયોજન કરવું સહિતની ચર્ચા કરવામાં આવી હતી તેમ એલ.વી.જોશીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...