તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:5,000 ખેડૂતોની જમીન બંજર બનશે, 7 ગામના સરપંચ, આગેવાનોની તંત્રને રજૂઆત

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં યોગ્ય નહિ થાય તો ભૂખ હડતાળ સાથે જન આંદોલનની ચિમકી
  • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર જેતપુર ડાઇંગનું આર્થિક નિયંત્રણ! અનેક રજૂઆતો છત્તાં કાર્યવાહી કરવાના બદલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ પાણીમાં બેસી ગયું

જૂનાગઢના ગામડામાંથી પસાર થતી ઉબેણ નદીમાં છેલ્લા કેટલાય સમયથી જેતપુર ડાઇંગ દ્વારા કેમીકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. આવા કેમીકલ યુકત પાણીથી કૂવા, બોરના પાણી પણ પ્રદૂષિત થઇ રહ્યા છે. આ સાથે જમીન પણ બંજર બની રહી છે. હજુ પણ આ કેમીકલ યુકત પાણીનો નદીઓમાં થતો નિકાલ અટકાવવામાં નહી આવે તો 5,000 જેટલા ખેડૂતોની જમીન બંજર બની જવાની દહેશત ખેડૂતોએ વ્યકત કરી હતી. આ મામલે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છત્તાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ કોઇ જ કાર્યવાહી કરી ન હોય ખુદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉપર જ જેતપુર ડાઇંગનું આર્થિક નિયંત્રણ હોય તેમ જણાઇ રહ્યું છે. ત્યારે આ મામલે જૂનાગઢ તાલુકાના 7 થી વધુ ગામના સરપંચો અને આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન આપી કેમીકલ યુક્ત પાણીનો નદીઓમાં થતો નિકાલ અટકાવવા માંગ કરી છે. જો, ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહી થાય તો આગામી સમયમાં ભૂખ હડતાળ સહિતના કાર્યક્રમો કરવાની ધંધુસર ગામના સરપંચ અરજણભાઇ દિવરાણીયાએ ચિમકી ઉચ્ચારી છે.

ખેડૂતોએ નદીઓ બચાવવા આંદોલન અથવા હિજરત કરવી પડશે
ઉબેણ અને ઓઝત નદીઓ જૂનાગઢ અને વંથલી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન છે. ત્યારે કેમીકલ યુકત ભળતા પાણીની નદીઓને બચાવવા ખેડૂતઓ કાંતો આંદોલન કરવું પડશે કાં પછી હિજરત કરવી પડશે..

હજુ તો નવા ઘાટ બને છે
સાડીઓની ધોલાઇ કરી કેમીકલ યુકત પાણી છોડતા ઘાટને તોડી પાડવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. ત્યારે જૂના ઘાટતો હજુ અંકબંધ છે ત્યાં બાવા પીપળીયા, ભાટગામે નવા ઘાટ બની રહ્યા છે. ખેડૂતોને આ વાતની ખબર છે. બિચારૂં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ આનાથી અજાણ છે, બોલો! - અરજણભાઇ દીવરાણીયા, સરપંચ ધંધુસર ગામ.

કેમીકલ યુકત પાણીથી થતી અસર
નદીમાં માછલાઓ મરી રહ્યા છે, ગાય, ભેંસ વગેરે નદીમાં પાણી પી શકતી નથી. માત્ર ધંધુસરમાં જ 7,000 ભેંસો છે જેને વાડીએથી પાણીના ટેન્કર મંગાવી પાણી પીવડાવવું પડે છે. વળી, કૂવા, બોરમાં કેમીકલ ભળી જતા આ પાણી પણ દૂષિત થતા માનવી તેમજ પશુઓમાં રોગચાળો વધી રહ્યો છે. કેન્સરના રોગી પણ વધ્યા છે.

ઉબેણથી ઓઝત અને અમીપુર ડેમ સુધી અસર
હાલ ધંધુસરની ઉબેણ નદીમાં જેતપુર ડાઇંગનું કેમીકલ યુક્ત પાણી આવી રહ્યું છે. આ પાણી હવે વંથલી તાલુકામાંથી પસાર થતી ઓઝત નદી સુધી પહોંચ્યું છે. આ બન્ને નદી ઘેડ માઘુપુરમાં આવેલ અમીપુર ડેમમાં ભળે છે. અમીપુર ડેમમાંથી ખેડૂતોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે. આમ, કેમીકલ યુક્ત પાણી જૂનાગઢ તાલુકાના ગામો, વંથલી તાલુકાના ગામોથી આગળ વધીને ઘેડ માઘુપુરના ગામડાઓની જમીનમાં જતા આ વિસ્તારના તમામ ખેડૂતોની લાખ્ખો હેકટર જમીન બંજર બની જશે..

આમાં આવક ડબલ કેમ થાય ?
સરકાર કહે છે કે ખેડૂતોની આવક ડબલ કરવી છે. હવે કેમીકલ યુક્ત પાણી હોય ખેડૂતની મોલાત જ ન પાકે તો ડબલ તો ઠીક જે છે તે આવક પણ ગૂમાવવી પડશે.> જીજ્ઞેશભાઇ હિરપરા, સરપંચ રૂપાવટી.

જાણે લોહીની નદી વહે છે
જેતપુર ડાઇંગ વાળા છેલ્લા 2 વર્ષથી નદીમાં બેરોકટોક કેમીકલ વાળું લાલ પાણી છોડે છે. જેના કારણે જાણે લોહીની નદી હોય તેવું લાગી રહ્યું છે.

આ ગામના સરપંચોની રજૂઆત
જૂનાગઢ તાલુકાના પત્રાપસર, રૂપાવટી, તલીયાધર,મજેવડી, વધાવી અને વંથલી તાલુકાના ધંધુસર, બાલોટ વગેરે ગામના સરપંચોએ નદીઓમાં ભળતું પાણી અટકાવવા માંગ કરી છે. જ્યારે આ પાણીથી ઝાલણસર,વડાલ, ચોકી, માખીયાળા, કોયલી સહિત અનેક ગામોના ખેડૂતો પણ પ્રભાવિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો