તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજન વગર મોત:વેરાવળ સિવિલમાં ઓક્સિજનની ઘટથી એક જ દિવસમાં સાત જિંદગીના શ્વાસ ખૂટ્યા, તંત્રના ચોપડે માત્ર ત્રણ મોત

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ હોસ્‍પિટલમાં ઓક્સિજનની ખૂટતી સુવિઘા અંગે કોંગી ધારાસભ્‍યએ આરોગ્‍ય મંત્રીને પત્ર લખ્યો
 • મૃત્યુના સાચા આંક છુપાવવામાં માહેર તંત્રની કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવારમાં ગંભીર બેદરકારી સામે આવી

વેરાવળમાં કાર્યરત જીલ્‍લાકક્ષાની કોવિડ હોસ્‍પિટલમાં ઓક્સિજનની અછત વચ્‍ચે આજે સવારે એક સાથે સાત દર્દીઓન ઓક્સિજના અભાવે મૃત્‍યુ પામ્‍યા હોવાનો સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ દાવા સાથે અક્ષેપ કર્યો છે.

તેમજ કોવિડ હોસ્‍પિટલમાં ઓક્સિજનની ઘટની સમસ્‍યા દુર કરવા અને ખૂટતી સુવિઘાઓ સત્‍વરે પુરી પાડવા પત્ર લખી માંગણી કરી છે. સોમનાથના કોંગી ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ આરોગ્‍ય મંત્રી નિતીન પટેલને લખેલ પત્રમાં જણાવેલું કે, ગીર સોમનાથ જીલ્લામાં હાલ કોરોનાના કેસોની સંખ્યામાં સતત બમણો વધારો થઈ રહ્યો છે.

એવા સમયે જીલ્‍લામથક વેરાવળમાં કાર્યરત સિવિલની કોવિડ હોસ્પિટલમાં અપુરતી સુવિધાઓના કારણે કોરોનાના દર્દીઓને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમ્‍યાન આજે વ્‍હેલી સવારે અપુરતા પ્રમાણમાં ઓક્સિજન હોવાથી એક સાથે 7 દર્દીઓના મૃત્યુ થયેલ છે.

હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં 70 દર્દીઓને જ એડમીટ કરી શકાય તેવી સ્થિતી છે. અને વેન્ટીલેટર પણ માત્ર 22 છે. જયારે રેમડેસિવિર ઈન્જેકશનની માત્રા ઓછા પ્રમાણમાં છે. વેરાવળ સિવિલ હોસ્પિટલમાં અપુરતી સુવિધા અંગે ઘ્‍યાન દોરી જણાવેલ કે, બેડની સંખ્‍યા 100 થી વઘારીને 200 કરવા, 22 વેન્‍ટીલેટરના સંખ્‍યા વઘારી 50 કરવા, પુરતી ઓક્સિજનની સુવિઘા રાખવા અને સીટી સ્કેન મશીનની સુવિધા પુરી પાડવા બાબતે તાજેતરના વિધાનસભાના સત્ર દરમ્‍યાન રજૂઆત કરી હતી. તેમ છતાં સરકારે કોઇ ઘ્‍યાન આપ્યું નથી.

કોરોનાની બીજી લહેરમાં જીલ્‍લાકક્ષાની એકમાત્ર સરકારી વેરાવળ કોવિડ હોસ્‍પિટલમાં પ્રથમથી જ પુરતી સુવિઘાનો અભાવ જોવા મળયો છે. ઓક્સિજનની ઘટના પગલે હોસ્‍પિટલમાં રાત-દિવસ દર્દીઓ માટે મહેનત કરતા તબીબી સ્‍ટાફ માટે પણ મુશ્‍કેલીનો સમય સર્જાઇ છે. ગઇકાલે ઘારાસભ્‍યની હોસ્‍પિટલ મુલાકાત સમયે જ અઘિક્ષક ડો.પરમારએ 16 દિવસમાં 39 મૃત્‍યુનો આંકડો જણાવી ઓક્સિજનની ઘટ અંગે માહિતી આપી હતી. દરમ્‍યાન આજે સવારે ફરી વઘુ 7 થી વઘુ દર્દીઓ ઓક્સિજનના અભાવે મૃત્‍યુ પામતા અરેરાટી વ્‍યાપી છે. આ બાબતે હવે સરકાર કયારે જાગશે તેવો સવાલ દર્દીઓના પરીવારજનો ઉઠાવી રહ્યાં છે.

સિવિલના સુપ્રિન્ટેેન્ડન્ટ માનવતા ચૂક્યા
પરિવારજનોના આક્રોશ, આક્ષેપ બાદ સત્ય હકીકતની ખરાઇ કરવા જ્યારે સિવિલના સુપ્રીન્ટેન્ડન્ટનો સંપર્ક કરવાની કોશિશ કરાતાં ડો. દિનેશ પરમારે ફોન રીસિવ કરવાની તસદી ઉઠાવી ન હતી.

મેં તો પિતાને ઓક્સિજન આપવાની ભલામણ કરી હતી, તંત્રે કહ્યું તેમની લાશ મળી જશે
ઉનામાં રહેતાનિલેશભાઇ ગુણવંતભાઇ પોપટના પુત્ર જીલભાઇ પોપટે જણાવ્યું હતું કે મારા પિતા વેન્ટિલેટર ઉપર હતા ત્યારે તેમનું 95 ટકા ઓકિસજન હતુ, પિતાનો રાત્રીના મને ફોન આવ્યો હતો અને કહ્યું કે મને શ્ચાસ લેવામાં તકલીફ પડે છે, મેં જાણ કરી તો તેમણે એવું કહ્યું કે પાંચ મિનિટ ! અને થોડીવારમાં કહેવાયું કે તમારા પિતા ગુજરી ગયા છે.

મારા પિતાની યોગ્ય સારવાર કરી હોત તો બચી ગયા હોત
સુપાસીના સોંદરવાને કોરોના થતાં વેરાવળ સિવીલમાં દાખલ કરાયા ત્યારે તેમના દિકરી રાજેશ્વરીને તેમના પપ્પાનો ફોન આવેલ કે મારૂ મશીન બગડી ગયુ છે અને મારાથી શ્વાસ લેવાતો નથી તંત્રને જાણ કરી પરંતુ ધ્યાન ન અપાતા તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો