તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની તંગી:ગીર સોમનાથની સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે તંત્ર 'હાંફી' ગયું,100 બેડની વ્યવસ્થા હોવા છતા 45 બેડ ખાલી રાખવા મજબૂર

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કોવિડ હોસ્‍પીટલની તસ્‍વીર - Divya Bhaskar
કોવિડ હોસ્‍પીટલની તસ્‍વીર
 • છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 6 દર્દીના મોત
 • કોરોના દર્દીઅોની સારવાર માટે તબીબી સ્‍ટાફના રાત ઉજાગરા વચ્‍ચે જવાબદાર તંત્ર અને સરકાર સુવિઘા અાપવામાં વામણી પુરવાર

ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી છે એવા સમયે જીલ્‍લાકક્ષાની વેરાવળમાં કાર્યરત કોવિડ હોસ્‍પીટલમાં નવા દર્દીઓને દાખલ કરવાનું બંઘ કરવામાં આવેલ છે. જે પાછળનું કારણ જવાબદાર તંત્ર ઓકસીજનની મોટી ઘટ હોવાનું જણાવી રહયા છે. છેલ્‍લા ચાર દિવસથી જીલ્‍લાકક્ષાની સિવીલની કોવિડ હોસ્‍પીટલમાં ઓકસીજનની મોટી ઘટ હોવાથી કોરોનાના દર્દીઓની સારવારમાં વિક્ષેપ પડી રહયાની પરિસ્‍થ‍િતિ હોવા અંગે ઉચ્‍ચકક્ષાથી લઇ જીલ્‍લાના જવાબદાર અઘિકારીઓને જાણ કરી છે. તેમ છતાં ઓકસીજનની ઘટ દુર કરવા બાબતે ચાર ચાર દિવસ વિતી ગયા હોવા છતાં તંત્ર અને સરકાર વામણી પુરવાર થઇ રહી છે. જેના કારણે જીલ્‍લામાં કોરોનાના દર્દીઓની સ્‍થ‍િતિ રામભરોસે જેવી હાલત હોય તેમ છેલ્લા 24 કલાકમાં વેરાવળની સરકારી કોવિડ હોસ્પીટલમાં સારવાર હેઠળના 6 દર્દીઓના મોત નિપજયા છે. ત્‍યારે હવે તંત્રના અઘિકારીઓ અને સરકાર કયારે જાગશે તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે.

વેરાવળમાં સિવીલના બિલ્‍ડીંગમાં કાર્યરત જીલ્‍લાકક્ષાની સરકારી કોવિડ હોસ્‍પીટલમાં કોવિડના દર્દીઓ માટે 100 બેડની સુવિઘા ઉપલબ્‍ઘ છે. પરંતુ છેલ્‍લા ચાર દિવસથી ઓકસીજનની ઘટના કારણે કોવિડ હોસ્‍પીટલમાં નવા દર્દીઓને દાખલ કરવાનું બંઘ કરવામાં આવેલ છે. જે અંગે હોસ્‍પીટલના અઘિક્ષક ડો.પરમારે જણાવેલ કે, કોવિડ હોસ્‍પીટલમાં હાલ માત્ર 55 દર્દીઓને જ સારવાર આપી શકાય તેટલું ઓક્સીજન ઉપલબ્‍ઘ છે. કારણ કે, કોરોનાની બીજી લહેરમાં સારવાર અર્થે આવતા દર્દીઓને મોટીમાત્રામાં ઓકસીજનની જરૂર પડી રહી છે. (દા.ત. અગાઉ એક દર્દીને સારવારમાં ઓકસીજનને એક બોટલની જરૂર પડતી હતી જેની સામે હાલ આવતા દર્દીઓને એકના બદલે ચાર થી પાંચ બોટલ ઓકસિજનની જરૂર પડી રહી છે.) જે કારણોસર હાલ દાખલ કોરોનાના 55 દર્દીઓની સારવારમાં જ દરરોજ ઓક્સીજનની મોટી ખપત થઇ રહી હોવાથી નવા દર્દીઓને ઓકસીજન આપી શકાય તેવી સ્‍થ‍િતિ ન હોવાથી દાખલ કરવાનું ના છુટકે બંઘ કરવુ પડયુ છે. જો નિયમિત રીતે ઓકસીજનનો પુરવઠો વઘુ પ્રાપ્‍ત થશે તો નવા દર્દીઓને દાખલ કરીશુ.

ઓકસીજનના બોટલોનું રીફીલીંગનું નિરીક્ષણ કરતા અઘિકારીઓ
ઓકસીજનના બોટલોનું રીફીલીંગનું નિરીક્ષણ કરતા અઘિકારીઓ

ખાનગી કોવિડ હોસ્‍પીટલો પણ ઓકસીજનની ઘટની મુશ્‍કેલી ભોગવી રહયા છે

કોરોનાથી કથળેલ સ્‍થ‍િતિમાં જીલ્‍લાના દર્દીઓને પુરતી સમયસર સારવાર મળે તે માટે જીલ્‍લામાં પાંચ ખાનગી હોસ્‍પીટલોને કોવિડની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવેલી છે. આ તમામ ખાનગી હોસ્‍પીટલો પણ ઓકસીજન ઘટની સમસ્‍યાનો સામનો કરી રહી હોવાનું જાણવા મળેલ છે. તો કોરોનાની સારવાર માટે રામબાણ ગણાતા રેડમીસીવર ઇન્‍જેકશનનોની અછતનો પણ સામનો ખાનગી હોસ્‍પીટલો કરી રહી છે. બંન્‍ને સમસ્‍યાનો સરકાર અને તંત્ર વ્‍હેલીતકે અંત લાવે તેવી માંગણી કરી રહયા છે.

એક તરફ જીલ્‍લાની કોવિડ હોસ્‍પીટલમાં તબીબી સ્‍ટાફ કોરોનાના દર્દીઓના જીવ બચાવવા માટે રાત-દિવસ એક કરી પોતાની ફરજ બજાવી રહયા છે. તો બીજી તરફ જવાબદાર તંત્ર અને સરકાર ઓકસીજનની ઘટ પુરી કરવા પુરતી સુવિઘા ઉપલબ્‍ઘ કરાવવામાં વામણું પુરવાર થઇ રહયુ હોય જેના કારણે તબીબી-નર્સીગ સ્‍ટાફને મોટી મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો છે.

કોવિડ હોસ્‍પી.માં લાંબા સમયથી એમ.ડી. તબીબ જ નથી

કોરોનાની સારવાર માટે એમ.ડી.ફીઝીશ્‍યન તબીબની ખાસ જરૂર રહે છે. એવા સમયે જીલ્‍લાકક્ષાની વેરાવળની સરકારી કોવિડ હોસ્‍પીટલમાં એમ.ડી. તબીબ પણ નથી. ગત વર્ષે કોરોના કાળમાં ફરજ બજાવતા એમ.ડી. તબીબએ રાજીનામુ આપી ગયા બાદ આજે આઠેક માસ જેવો સમય વિતી ગયો હોવા છતાં નવા એમ.ડી. તબીબની સરકારે હોસ્‍પીટલમાં નિમણૂંક કરી નથી. જે આરોગ્‍ય વિભાગની અણઘડ કામગીરીને દર્શાવી રહી છે.

છેલ્‍લા 24 કલાકમાં સારવાર હેઠળના કોરોનાના 6 દર્દીઓના મૃત્યુ થયા

વેરાવળની સરકારી કોવિડ હોસ્પીટલમાં કોરોનાગ્રસ્ત 6 દર્દીઓના મૃત્યુ થયાનું સામે આવ્‍યુ છે. છ દર્દીઓમાં કોરોના વોરીયર્સ એવા કોડીનારના સરકારી આરોગ્‍ય કર્મીચારી મુકેશ હરજીવનભાઇ દરજી પણ સામેલ છે. આરોગ્‍ય કર્મચારી બે દિવસથી વેરાવળ કોવિડ હોસ્પીટલમાં સારવાર હેઠળ હતા. આ તમામ મોત પાછળ ઓકસીજનની કમી હોવાનું લોકોમાં ચર્ચાય રહેલ છે.

જીલ્‍લામાં ખાલી પડેલ ઓકસીજનના સીલન્‍ડરો
જીલ્‍લામાં ખાલી પડેલ ઓકસીજનના સીલન્‍ડરો

નેતાગીરી-સરકાર અને તંત્ર વામણું પુરવાર થતા જનતા જનાર્દન રામભરોસે

અત્રે નોંઘનીય છે કે, ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોનાએ અઠવાડીયાથી માથુ ઉંચકયુ હોય તેમ દરરોજ અસંખ્‍ય કેસો આવી રહયા છે. એવા સમયે જીલ્‍લાકક્ષાની કોવિડ હોસ્‍પીટલમાં કોરોનાની સારવાર માટે જરૂરી સુવિઘાઓ ઉપલબ્‍ઘ કરાવવા અંગે હોસ્‍પીટલના જવાબદારોએ ચાર દિવસથી રજુઆતો કરી ઉચ્‍ચકક્ષાએ ઘ્‍યાન દોર્યુ છે. તેમ છતાં તે સુવિઘાઓ પુરી પાડવામાં સરકાર અને તંત્રના અઘિકારીઓ સરેઆમ નિષ્‍ફળ ગયા હોય તેમ હજુ સુઘી જરૂરીયાત પુરી થઇ નથી. તો હર હમેંશા નાના એવા કામો માટે ફોટા પડાવી વાહ વાહ કરાવવા આતુર રહેતી જીલ્‍લાની નેતાગીરી આ બાબતે વામણી અને નબળી પુરવાર થઇ છે. જેના કારણે જીલ્‍લાના લોકો રામભરોસે હોવાનો અહેસાસ કરી રહયા છે. ત્‍યારે કોવિડ હોસ્‍પીટલને જરૂરીયાત મુજબનો ઓકસીજનનો જથ્‍થો સરકાર કયારે પુરો પાડશે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો