કૃષિઋષિ સંત યાત્રા:કૃષિ ઋષિ સંત યાત્રા, પ્રથમ દિવસે 2500 લોકો જોડાયા

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડે-ગામડે ગૌ પૂજન-માટી પૂજનમાં ઉત્સાહથી જોડાતા ખેડૂતો : ખેડૂતો પોતપોતાના ખેતરની માટીનું સામુહિક પૂજન કરશે

જૂનાગઢ જિલ્લાને પ્રાકૃતિક ખેતીમાં ભારતના મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાના ભાગ રૂપે ગઈકાલથી શરુ થયેલી કૃષિઋષિ સંત યાત્રા 9 તાલુકામાં ફરવાની છે. જેમાં 450 ગામડાઓનો સમાવેશ થાય છે ગઈકાલે માત્ર 4 ગામમાં 2500 લોકોએ આ યાત્રામાં જોડાઈને ગાય આધારિત ખેતીને ફરીથી મજબૂત બનાવવા માટે ઉત્સાહ દાખવ્યો હતો.

કૃષિઋષિ સંતયાત્રા સમિતિએ આ અંગે જણાવ્યું હતું કે, જૂનાગઢ તાલુકામાં હાલ 11 રથ 9 તાલુકામાં ફરી રહયા છે. આજે યાત્રાનો બીજો દિવસ છે અને અલગ-અલગ ગામમાં ખેડૂતો પોતાના ખેતરની માટી એક-એક મુઠી ભરીને લાવ્યા છે તેનું પૂજન કરવામાં આવશે. ગઈકાલે જ્યા જ્યા ગૌપૂજન કરવામાં આવ્યું ત્યાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભારતની ભૂમિ ઉપર વર્ષો સુધી ગાય આધારિત ખેતી કરવામાં આવતી હતી પરંતુ 1960ની સાલ પછી ખેતીની દિશા બદલાઈ ગઈ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપરાંત મશીનરીઓ આવી ગઈ. બળદથી થતી ખેતી બંધ થવા લાગી એ પછી વધારે ઉત્પાદન અને આવકની દોડમાં ખેડૂત પણ જોડાયો. પરિણામ આવ્યું કે ખેતી માત્ર 5 દાયકામાં બરબાદ થઇ ગઈ. ખેતીની જમીન પથ્થર થવા અલાગી ગાયથી દૂર થયેલો ખેડૂત પોતાનું સર્વસ ગુમાવી ચુક્યો હોય તેવી સ્થિતિ આવી ગઈ. એટલું ઝેર ફેલાયુ કે માનવ જિંદગી ખતરામાં આવી ગઈ છે.

એવા સંજોગોમાં કૃષિઋષિ સંતયાત્રા પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત પાછો ફરે અને ઝેરમુક્ત જિંદગીના સૂત્રને સાર્થક કરે તે માટે જનઆંદોલન શરૂ કરવું પડ્યું છે. જેમાં ખેડૂતો અને અન્ય સમાજના લોકો પણ જોડાયા છે. આગામી તા. 14 સુધી આ યાત્રા જૂનાગઢ તાલુકાના 450 ગામમાં ફરશે અને ગાય આધારિત ખેતીના ફાયદા તેમજ ખેતીમાં જરૂરી બદલાવની વાત સમજાવશે.

જે માં-બાપે ખેતીની વિઘોટી ભરી એનું ઋણ ભૂલતા નહીં
જૂનાગઢ તાલુકામાં કૃષિ ઋષિ સંત યાત્રા ફરી રહી છે તેનો મુખ્ય ઉદેશ ખેતીને બચાવવા ઉપરાંત ઝેરમુક્ત જિંદગીના સંદેશને ખેડૂત સુધી પહોંચાડી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો છે. કેટલાક વર્ષોમાં ખેડૂતો ખેતીની જમીનથી દૂર જઈ રહ્યા છે. તેમણે એ યાદ રાખવું જોઈએ કે તેમના વડીલોએ એક સમયે ખેતીની જમીન બચાવવા માટે વિઘોટી ભરવાના રૂ. 2 અને 5 પણ ઉછીના લીધા હતા. અને એટલે આજે ખેડૂતો પાસે જમીનના માલિકી હક્ક છે. આ વાસ્તવિકતા ભૂલવામાં આ આવશે તો આવનારા સમયમાં ખેડૂત વધુ પાયમાલ થશે અને ખેડૂત સાથે જોડાયેલી માનવ જિંદગી પણ.

અન્ય સમાચારો પણ છે...