ACBની સફળ ટ્રેપ:જૂનાગઢ બાયપાસ પાસે કોયલીના તલાટી મંત્રી 30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાંચ લેતા પકડાયેલ તલાટી મંત્રી - Divya Bhaskar
લાંચ લેતા પકડાયેલ તલાટી મંત્રી
  • તલાટી મંત્રીએ બાંઘકામની મંજૂરી બાબતે લાંચની રકમ માંગી હતી
  • આરોપી જૂનાગઢ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળના પ્રમુખનો પણ હોદો ધરાવે છે

જૂનાગઢ જીલ્‍લાના વંથલી બાયપાસ પર ACB દ્વારા લાંચિયા કર્મચારીને ઝડપી લેવા ગોઠવેલ ટ્રેપમાં તાલુકાના કોયલી ગામના તલાટી મંત્રી 30 હજારની લાંચની રકમ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. તલાટી મંત્રીએ બાંઘકામની મંજૂરી આપવા ફરિયાદી પાસેથી લાંચ માંગી હોવાનું સામે આવ્‍યુ છે. જીલ્‍લામાં ACB ની કાર્યવાહીની લઇ લાંચીયા અઘિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

જૂનાગઢ જીલ્‍લાના વંથલી તાલુકામાંથી પકડાયેલ લાંચિયા કર્મચારીના પ્રકરણ અંગે પ્રાપ્‍ત વિગત મુજબ વંથલી તાલુકાના કોયલી ગામમાં ખુલ્લા પ્લોટમાં બાંધકામ કરવાનું હોવાથી ફરિયાદી બાંધકામ મંજૂરી મેળવવા સરપંચ અને તલાટી મંત્રીને મળેલ હતા. ત્‍યારે પ્રતિ બ્‍લોક માટે રૂ.7 હજારની રકમ સરપંચને આપવા પડશે તેવુ જણાવ્‍યા બાદ વાતચીતના અંતે પ્રતિ બ્લોક દીઠ રૂ.6 હજાર લેખે કુલ પાંચ બ્લોકના રૂ.30 હજાર લાંચ પેટે આપવાનું નકકી થયેલ હતુ. બાદમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ હતી. જેના આધારે એસીબીના પીઆઇ વી.આર.પટેલએ સ્‍ટાફ સાથે લાંચનું છટકુ ગોઠવવામાં આવેલ હતુ.

જેમાં કોયલી ગામના તલાટી મંત્રી જસ્મિન જેસીગભાઇ ડાંગર આજરોજ વંથલી બાયપાસ પાસે વાડલા ફાટક પાસે રૂ.30 હજાર લાંચની રકમ સ્વ‍િકારી રહેલ ત્‍યારે તલાટી મંત્રીને એસીબીના સ્‍ટાફએ રંગેહાથ ઝડપી લીધા હતા. લાંચમાં રંગેહાથે પકડાયેલ તલાટી કમ મંત્રી જૂનાગઢ જિલ્લા તલાટીકમ મંત્રી મંડળના પ્રમુખનો પણ હોદો ધરાવતો હોવાનું સામે આવેલ છે. આ મામલે એસીબીએ આરોપી તલાટી મંત્રીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...