ખેડૂતોનો વિરોધ:કોડીનારના વેળવા - માલગામ વચ્ચે ફોરટ્રેક રોડના કામમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા કામ અટકાવ્યું

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોષે ભરાયેલા ખેડુતોએ મનમાની નહીં ચાલેના સુત્ર સાથે ફોરટ્રેકમાં પાણી નિકાલની વ્યવસ્થા કરી કામ આગળ વધારવા માંગણી કરી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી ડોળાસા ગામ વચ્ચે છ વર્ષથી ચાર માર્ગીય નેશનલ હાઈવેના રસ્તાનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યુ હોવાથી હજુ અડધુ કામ પણ પુરૂ થયુ નથી. આ દરમિયાન કોડીનાર પંથકના વેળવા-માલગામ વચ્ચે ચાલતા ફોરટ્રેકની કામગીરીમાં ઉતર દિશામાં આવેલી જમીનમાંથી ચોમાસાના વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી આ જમીનના માલિક ખેડૂતો રોષે ભરાયા કામગીરી અટકાવી દીધી છે. જ્યાં સુધી આ ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી કામ શરૂ નહીં કરવા દઈએ. આ અંગે ખેતરોના માલિક એવા ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ રસ્તો જૂનો હતો ત્યારે નીચો હોવાથી એ સમયે પણ ભારે વરસાદ વરસવાના સંજોગોમાં અમારા ખેતરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાતા હતા. તો હવે જ્યારે નવો રસ્તો વધુ ચાર ફૂટ ઉંચો બની રહ્યો છે ત્યારે આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસાના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી આગામી ચોમાસામાં અમારા ખેતરોમાં આઠ થી દસ ફૂટ પાણી ભરવાની દહેશત છે. જેથી આ બાબતે રસ્તાની કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા છતાં પણ વરસાદી પાણીના નિકાલની કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતી હોવાથી રોષની લાગણી પ્રસરી છે. આ રસ્તાની કામગીરીમાં હાલ માટી પાથરવાનું કામ ચાલે છે તે બંધ કરાવી ચોમાસુ શરૂ થાય તે પહેલા ખેડૂતોની વ્યાજબી માગણી સ્વીકારી પાણીના નિકાલની કામગીરી ત્વરીત શરૂ કરાવવા માગણી છે.

અન્ય સમાચારો પણ છે...