તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ:ખદ:કોડીનારના દેવળી ગામના ખેડૂતનું માર્ગ અકસ્માતમાં મોત, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

કોડીનાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકસ્‍માત સ્‍થળની તસ્‍વીર - Divya Bhaskar
અકસ્‍માત સ્‍થળની તસ્‍વીર
  • વાડીએથી પરત ફરતી વેળાએ ટ્રેકટર વીજપોલ સાથે અથડાતા મોત થયું

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દેવળી(દેદાજી) ગામના ખેડૂત વાડીએથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેકટર વીજ થાંભલા સાથે અથડાતા તેમને ગંભીર ઈજા થવાથી મોત નિપજયું હતું.

અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ, કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂત જેસિંગ ભગવાન મોરી ય9ઉં.વ.48ય0 ગઈકાલે બપોરે વાડીએ તેમનું ટ્રેક્ટર લઈને જતાં હતાં તે દરમિયાન કોડીનાર વેલણ રોડ પર કડોદરા ગામ નજીક ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવતા ઈલેક્ટ્રીક ટ્રાન્સર્ફોર્મરના થાંભલા સાથે અથડાતા તેમજ 11 કે.વી વિજપ્રવાહની લાઇન ટ્રેક્ટર પર પડતા જ ચાલક ખેડૂતનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયું હતું.

આ અકસ્માતની જાણ તેમના પરિવારજનોને અને દેવળીના ગ્રામજનોને થતા નાના એવા ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે તેમના કુટુંબીક ભાઈ હરિભાઈએ પોલીસ ફરિયાદ કરતા કોડીનાર પોલીસ દ્વારા ફરિયાદ નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.

અકસ્‍માતમાં મૃત્‍યુ થયેલ ખેડૂતની તસ્‍વીર
અકસ્‍માતમાં મૃત્‍યુ થયેલ ખેડૂતની તસ્‍વીર

ઉલ્લેખનીય છે કે જેસીંગભાઇ ખુબ જ ઓછી જમીન ધરાવતા હોવાથી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા અને તેમને નાના ત્રણ સંતાનો છે અને પરિવારમાં કમાવવા વાળુ બીજું કોઈ ન હોવાથી આવા સમયે અકસ્માત રૂપી કાળે ત્રણ સંતાનોની છત્ર છાયા છીનવી લેતા નાના એવા દેવળી ગામ માં શોક પ્રસરી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...