તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચક્કાજામ:કોડીનાર બાયપાસ હાઇવે પર ખેડૂતોએ ચકકાજામ કર્યો, પોલીસે 25 થી વઘુ ખેડૂતોની અટકાયત કરી

કોડીનારએક મહિનો પહેલા
 • દિલ્‍હીમાં કૃષી બિલના વિરોધમાં આંદોલન કરી રહેલ ખેડૂતોના સમર્થનમાં ચકકાજામ કરાયુ
 • દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનની અસર ગીર સોમનાથ જિલ્લામાં પણ જોવા મળી

દિલ્‍હીમાં કેન્‍દ્ર સરકારના કૃષી બિલના વિરોધમાં આંદોલન ચલાવી રહેલ ખેડૂતોએ આજે દેશભરમાં ચકકાજામનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી. જેના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્‍લાના કોડીનાર ખાતે બાયપાસ હાઇવે પર કોડીનાર કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોએ હાજમાં ઝંડા લઇ ચકકાજામ કર્યુ હતુ. જેની જાણ થતા પોલીસ સ્‍ટાફએ દોડી આવી 25 થી વઘુ ખેડૂતોની અટકાયત કરી હાઇવે ખુલ્‍લો કરાવ્‍યો હતો.

કેન્‍દ્ર સરકારના ફાર્મર્સ એન્ડ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ, ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રિમેન્ટ ઓન પ્રાઈસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 માં સુધારાના ત્રણેય બિલોનો વિરોધમાં દિલ્‍હી ખાતે ખેડૂત સંગઠનો અઢી માસથી આંદોલન પર બેઠા છે. આજે ખેડૂત સંગઠનોએ કેન્‍દ્ર સરકાર કૃષી બીલો પરત ખેંચી લે તેવી માંગણી સાથે દેશભરના હાઇવે પર ચકકાજામનો કાર્યક્રમ આપવાની જાહેરાત કરી હતી.

જેના સમર્થનમાં ગીર સોમનાથ જિલ્‍લાના કોડીનાર ખાતે બપોરે બારેક વાગ્‍યા આસપાસ કોડીનાર કિસાન મોરચાના નેજા હેઠળ મોટી સંખ્‍યામાં ખેડુતો બાયપાસ હાઇવે પર ધસી આવી ચકકાજામ કર્યુ હતુ. જેની જાણ થતા પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી જઇ ચકકાજામ કરનાર ખેડૂતોની અટકાયત કરી હતી. પોલીસે કિસાન મોરચા સંગઠનના અજીતસિંહ ડોડીયા સહિત 25થી વધુ ખેડૂતોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો