ક્રાઈમ:દુકાન બંધ કરવાને લઈ 2 ઉપર ચાકુથી હુમલો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરવાડનાં પાસ્તાઇ વાડી વિસ્તારનો બનાવ
  • ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી, ફરિયાદ

ચોરવાડના પાસ્તાઈ વાડી વિસ્તારમાં મોટાબાપાની દુકાને આવી એક શખ્સે દુકાન બંધ કરવાનું કહેતા જેની ના પાડી દેતા એક શખ્સે ઉશ્કેરાઈ જઈ ચાકાથી બે શખ્સને ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ચોરવાડ પાસ્તાઈ વાડી વિસ્તારમાં રહેતા જતીનભાઈ મુંજાભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ નીતીન જગદીશભાઈ પરમાર (રહે. ચોરવાડ)એ જતીનનાં મોટાબાપા લાખાભાઈ જીવાભાઈ ચાવડાની દુકાને આવી જેમ ફાવે એમ ગાળો ભાંડી દુકાન બંધ કરવાનું કહ્યું હતું.

જેથી જતીને ગાળો બોલવાની ના પાડતા નીતીન ઉશ્કેરાઈ ગયો હતો. અને પોતાના હાથમાં રહેલ ચાકા વડે જતીનને તથા સાહેદ વિજયભાઈ રાણાભાઈ ચાવડાને ઈજાઓ કરી હતી. તેમજ ઢીકાપાટુનો મારમારી જાહેરમાં ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ચોરવાડ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...