ઉજવણી:કિશોરચંદ્રજી મહારાજનો પ્રાગટયોત્સવ ઉજવાયો, ગૌઆરોગ્ય વાહિની, વૈષ્ણવ બાળકો માટે શિષ્યવૃતિ યોજના જાહેર

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

નિત્યલીલાસ્થ ગોસ્વામી કિશોરચન્દ્રજી પુરૂષોત્તમલાલજી મહારાજના પ્રાગટ્યોત્સવની ખુબજ ઉત્સાહ અને અલૌકિક આનંદની અનુભૂતિ સાથે ઉજવણી કરાઇ હતી. પુષ્ટિ સંસ્કારધામના પાવન પરિસરમાં કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય, મંગલાચરણ અને નિત્યલીલાસ્થ ગોસ્વામી કિશોરચન્દ્રજી પુરૂષોત્તમલાલજી મહારાજના સ્મરણ સાથે થઇ હતી

ગોસ્વામી કિશોરચન્દ્રજી પુરૂષોત્તમલાલજી મહારાજના પ્રાગટ્યોત્સવ નિમિતે ગૌ આરોગ્યવાહિની (ગોવંશની નિઃશુલ્ક સારવાર માટે ફરતું દવાખાનું) નું લોકાર્પણ ગોસ્વામી પીયૂષબાવા, વ્રજવલ્લભબાવા, પુણ્યશ્લોકબાવા તથા આચાર્ય પરિવારના સાન્નિધ્યમાં અને સંતો-મહંતો તથા આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયું હતું.

ગોસ્વામી કિશોરચન્દ્રજી પુરૂષોત્તમલાલજી મહારાજના દિવ્ય અને શુભ નામ સાથે વૈષ્ણવ બાળકો માટે શિષ્યવૃત્તિ યોજના અને ગૌશાળાઓ માટે શ્રેષ્ઠ ગૌશાળા એવોર્ડનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પુષ્ટિસંસ્કાર પાઠશાળાના બાળકો દ્વારા સુંદર વધાઈ કીર્તનગાન અને સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી.આ તકે ગોસ્વામી કિશોરચન્દ્રજી પુરૂષોત્તમલાલજી મહારાજના જીવન પ્રસંગોનું દર્શન કરાવતી અને સમસ્ત સમાજને પ્રેરણા તથા માર્ગદર્શન સાથેના વચનામૃતની સુંદર ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.

બહોળી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિ વચ્ચે આમંત્રિત મહાનુભાવો દ્વારા ગોસ્વામી કિશોરચન્દ્રજી પુરૂષોત્તમલાલજી મહારાજનો સરળ સ્વભાવ અને જીવન ચરિત્રના દિવ્ય સંસ્મરણોની યાદ સાથે સુંદર વક્તવ્યો રજુ થયા હતા. નિત્ય સર્વે વૈષ્ણવોના હૃદયમાં બિરાજતા ગોસ્વામી કિશોરચન્દ્રજી પુરૂષોત્તમલાલજી મહારાજનો પ્રાગટ્યોત્સવ અલૌકિક આનંદ સાથે સંપન્ન થયો હતો.

મહંત સદાનંદજી (સુરેવધામ આશ્રમ-ચાપરડા), કેતનબાપુ (પરબધામ-ભેસાણ), દેવાભાઈ માલમ (પશુપાલન ગોસંવર્ધન મંત્રી -ગુજરાત રાજ્ય), રાજેશભાઈ ચુડાસમા (સાંસદ,જૂનાગઢ), રમેશભાઈ ધડુક (સાંસદ-પોરબંદર), ગીતાબેન પરમાર (મેયર જૂનાગઢ), ડો.ચેતનભાઈ ત્રિવેદી (કુલપતિ, નરસિંહમહેતા યુનિવર્સિટી), કિરીટભાઈ સંઘવી (એડવોકેટ), દીપેન્દ્રભાઈ યાદવ (એડવોકેટ), પરેશભાઈ ડોબરીયા (કન્વીનર-ખોડલધામ) વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...