• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Kisan Sangh Has Filed An Outrageous Application Against The Exclusion Of 350 Beneficiaries Of Borwav Village Of Talala In The Relief Ration Scheme.

માંગણી:તાલાલાના બોરવાવ ગામના 350 લાભાર્થીઓની રાહત રાશન યોજનામાં બાદબાકી કરાતા કિસાન સંઘએ રોષભેર આવેદન આપ્યું

તાલાલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આવેદનપત્ર આપી રહેલ કિસાન સંઘના આગેવાન - Divya Bhaskar
આવેદનપત્ર આપી રહેલ કિસાન સંઘના આગેવાન
  • સત્વરે યોગ્ય સર્વે કરાવીને ગરીબ પરિવારોનો રાશન યોજનામાં ફરી સમાવેશ કરવા માંગણી કરાઈ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામના 1100 કુપન ધારકોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ઉપરથી રાહત દરે રાશન આપવામાં આવે છે. તાજેતરમાં આ કુપન ધારકો પૈકી 35 પરિવારોના નામની કુપન ધારકોની યાદીમાંથી બાદબાકી કરી રાહતદરે રાશન આપવાનું બંધ કરવામાં આવતા આ જરૂરીયાતમંદ પરીવારો દયાજનક સ્થિતીમાં મુકાઇ ગયા છે. જેથી કમી કરાયેલાઓનો ફરી સમાવેશ કરવા રજુઆત કરી માંગણી કરાઈ છે.

તાલાલાના બોરવાવ ગીર ગામના ગરીબ પરિવારો વતી તાલાલા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ પરેશભાઈ પટોળીયાએ મામલતદારને આપેલા આવેદન પત્રમાં જણાવ્યુ છે કે, બોરવાવ ગીર ગામમાંથી એકી સાથે 350 કુપન ધારકોને સરકારની રાહત રાશન યોજનામાંથી બાદબાકી કરી નાખવામાં આવી હોય જે હળાહળ અન્યાયકારક છે. કારણ કે રાહત રાશન યોજનામાંથી જે પરિવારોના નામ રદ કરવામાં આવેલા છે. તે પૈકીના મોટાભાગના પરિવારો જરૂરિયાતમંદ નાના ગરીબ પરીવારો હોવાથી તંત્રના એક અણઘડ નિર્ણયના લીધે 350 પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જેથી બોરવાવ ગીર ગામે તાત્કાલીક સર્વે કરાવી જરૂરીયાતમંદ હોય તેવા નાના ગરીબ પરીવારોની ફરી સરકારની રાહત રાશન યોજનામાં સમાવેશ કરી યોગ્ય ન્યાય આપવા અંતમાં માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...