તપાસ:સુખપુરમાં બાઈક સાઇડમાં રાખવાનાં મનદુઃખમાં માર્યો, 4 સામે ફરિયાદ

જુનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાનથી મારી નાંખવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

વિસાવદર પંથકના સુખપુર ગામે બાઈક સાઈડમાં રાખવાનાં મનદુઃખમાં ગાળો ભાંડી માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને વધુ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વિસાવદર પંથકના જાંબુડી ગામે રહેતાં જયભાઈ લાલજીભાઈ કોરડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,જયભાઈ અને તેમના પિતા લાલજીભાઈને બાઈક સાઇડમાં રાખવા મુદ્દે આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી.જે બાબતનું મનદુઃખ રાખી જયભાઈ અને લાલજીભાઈને ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.અને ઝપાઝપી દરમિયાન જયભાઈએ પહેરેલ રૂદ્રાક્ષની માળા જે સોનાથી મઢેલ હોય જે પડી ગઈ હતી.

આ બનાવમાં જયભાઈએ રમેશભાઈ ગાંડુભાઈ વડાલીયા, ભગવાનભાઈ નારણભાઈ વડાલીયા,ભીખુભાઈ તેજાભાઈ વડાલીયા,પિયુષભાઈ ગગજીભાઈ વડાલીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.વધુ તપાસ પીએસઆઈ એસ.આઈ સુમરા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...