ક્રાઈમ:નાના કોટડાની સગીરાનું અપહરણ, બાદ દુષ્કર્મ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 શખ્સ વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરાઇ

વિસાવદર પંથકનાં નાના કોટડા ગામે રહેતા એક પરિવારની સગીરાનંુ અપહરણ કરવામાં આવ્યું હતું. તેમજ એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા વિસાવદર પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાનાં નાના કોટડા ગામે રહેતી એક સગીરાએ વિસાવદર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સગીરાને કિશન ઉર્ફે ભોલો રાજુભાઈ મકવાણા રહે. ઉમરકોટ, તા. ધોરાજીએ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદનામ કરવાના ઈરાદે અતુલ દિનેશભાઈ રહે. રાજકોટ- મેટોડા, પંકજ રહે. રાજકોટ- મેટોડાની મદદથી અપહરણ કરી કિશન ઉર્ફે ભોલાએ દુષ્કર્મ આચર્યું હતું. જેથી આ ત્રણે વિરૂદ્ધ વિસાવદર પોલીસે ગુનો નોંધ્યો હતો. અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...