સામાન્ય બોલચાલીમાં હત્યા:વેરાવળમાં ખારવા યુવકની હત્યા, ચાઇનીઝની લારી ચલાવતા યુવાનને છરીના આડેઘડ ઘા ઝીંકી આરોપી ફરાર

વેરાવળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિવીલ હોસ્‍પીટલ ઉમટેલ ખારવા સમાજના લોકો અને ઇન્‍સેટ તસ્‍વીર મૃતક યુવાનની - Divya Bhaskar
સિવીલ હોસ્‍પીટલ ઉમટેલ ખારવા સમાજના લોકો અને ઇન્‍સેટ તસ્‍વીર મૃતક યુવાનની
  • પોલીસે હત્‍યા કરનાર શખ્‍સને ઝડપી લેવા જુદી જુદી ટીમોને દોડતી કરી
  • ખારવા સમાજના લોકો મોટી સંખ્‍યામાં સીવીલ હોસ્‍પીટલે પહોંચી ગયા હતા

વેરાવળમાં સમીસાંજે ખારવાવાડ વિસ્‍તારમાં ચાઇનીઝની રેકડી ચલાવતા ખારવા યુવાન સાથે સામાન્‍ય બાબતમાં બોલાચાલી કરી એક શખ્‍સએ છરીના આડેઘડ ઘા ઝીંકી કરપીણ હત્‍યા કરી નાંખતા ચકચાર પ્રસરી ગઇ છે. હત્‍યાની જાણ થતા પોલીસ અઘિકારીઓ ઘટના સ્‍થળે દોડી જઇ નાસી છુટેલા હત્‍યારા આરોપી શખ્‍સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે મૃતક યુવાનના મૃતદેહને પીએમ અર્થે સિવીલ હોસ્‍પીટલમાં ખસેડાતા ખારવા સમાજના લોકો મોટી સંખ્‍યામાં દોડી ગયા હતા. જયારે ખારવા સમાજના આગેવાનોએ પોલીસ અઘિકારી સમક્ષ રૂબરૂમાં હત્‍યારા શખ્‍સને ત્‍વરીત ઝડપી લેવા રજૂઆત કરી હતી.

સિવીલ હોસ્‍પીટલએ પહોંચેલ પોલીસ અઘિકારીઓ
સિવીલ હોસ્‍પીટલએ પહોંચેલ પોલીસ અઘિકારીઓ

જીલ્‍લા મથક વેરાવળ શહેરમાં સમી સાંજે થયેલ યુવાનની હત્‍યા અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ વિગતોનુસાર સમી સાંજે આઠેક વાગ્‍યા આસપાસ ખારવાવાડ વિસ્‍તારમાં કોર્મશીયલ બિલ્‍ડીંગ પાસે ચાઇનીઝ ફુડની લારી ચલાવતા ખારવા જતીન વિઠલભાઇ બાંડીયા નામના 25 વર્ષીય યુવાનની રેકડીએ એક શખ્‍સ આવી બોલાચાલી કરવા લાગેલ અને જોત જોતામાં અજાણ્‍યા શખ્‍સએ જતીનના શરીરએ પેટ-છાતી ઉપર આડેઘડ છરીના પાંચેક ઘા ઝીકી દેતા જતીન ઢળી પડયો હતો. એ સમયે આજુબાજુમાંથી લોકો દોડી આવતા હત્‍યા કરનાર શખ્‍સ ત્‍યાંથી નાસી છુટયો હતો. બાદમાં આસપાસના લોકો જતીનને લઇ ખાનગી હોસ્‍પીટલએ લઇ જવા દોડી ગયેલ ત્‍યારે રસ્‍તામાં જ મૃત્‍યુ થઇ જતા મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્‍પીટલએ ખસેડવામાં આવેલ હતો.

મૃતક જતીનની ફાઇલ તસ્‍વીર
મૃતક જતીનની ફાઇલ તસ્‍વીર

આ હત્‍યાની જાણ થતા એએસપી ઓમપ્રકાશ જાટ, પીઆઇ ડી.ડી.પરમાર, પીએસઆઇ મુસાર સહિતનો સ્‍ટાફ સીવીલ હોસ્‍પીટલે દોડી ગયો હતો. જયાં મૃતકના પરીવારજનો પાસેથી વિગતો જાણી નાસી છુટેલા હત્‍યારા આરોપી શખ્‍સને ઝડપી પાડવા પોલીસની જુદી-જુદી ટીમોને દોડતી કરવામાં આવી હતી. શહેરમાં ખારવા યુવાનની થયેલ કરપીણ હત્‍યાની વાત વાયુવેગે પ્રસરી જતા ખારવા સમાજના લોકો મોટી સંખ્‍યામાં સીવીલ હોસ્‍પીટલે પહોંચી ગયા હતા. જયારે સીવીલએ પહોંચેલ ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્‍ડેશનના પટેલ કિરીટભાઇ ફોંફડી, તુલસીભાઇ ગોહેલ સહિતનાએ પોલીસ અઘિકારીઓને રૂબરૂ મળી હત્‍યા કરનાર શખ્‍સને ત્‍વરીત ઝડપી લેવા માંગ કરી હતી. મૃતક જતીન બાંડીયાને બે માસુમ બાળકો હોય જેમણે પિતાની છત્ર છાયા ગુમવાતા ખારવા સમાજમાં ગમગીની પ્રસરી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...