છેતરપિંડી:હાથલાનું ઓનલાઈન વેચાણ કરવા જતાં કેશોદના વેપારીએ 50 હજાર રૂપિયા ગુમાવ્યા

જુનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રુટના વેપારીએ પોતાના મિત્રનો નંબર મોકલ્યો તો તેના પત્નીના ખાતામાંથી ઓનલાઈન પૈસા ઉપડી ગયા

કેશોદના ફ્રુટના વેપારીને આર્મીમેનની ઓળખ આપી તેમના પૈસા ઓનલાઈન આપવા જણાવતા યુવાને તેના મિત્રના નંબર આપતા અજાણ્યા શખ્સે તેના મિત્રના પતિના ખાતામાંથી 50 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે વેપારીએ ફરીયાદ કરતા સાયબર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ કેશોદમાં એરપોર્ટ રોડ પર રહેતા અને ફ્રુટનો ધંધો કરતા મેહુલ કરશનભાઇ મકવાણાને ગત તા.16-11-2021ના ફેસબુક પર હાથલા વેચવા મુકેલ જે જોઈ એક અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો હતો. જેથી મેહુલના ભાઈએ આ અજાણ્યા શખ્સને ભાઈના નંબર આપ્યા હતા.

બાદમાં અજાણ્યા શખ્સે આર્મીમેનની ઓળખ આપી પોતાને 50 કિલો હાથલા ખરીદ કરવા છે. તેમ કહ્યું હતું. આથી મેહલભાઈએ પૈસા આંગડીયામાં મોકલવા કહેતા અજાણ્યા ઠગે હું આર્મી કમ્પાઉન્ડમાંથી બહાર જઇ શકું તેમ નથી તમે ઓનલાઇન પેમેન્ટ કરી દઉં તેમ કહ્યું હતું. આથી મેહુલભાઈએ પોતાના મિત્ર વિપુલભાઈ કોરિયાના નંબર આપ્યા હતા. બાદમાં આ અજાણ્યા શખ્સએ વિપુલભાઈના પત્નીના ખાતામાંથી રૂ.49798 રૂપીયા ઓનલાઇન ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી કરી હતી. આ અંગે વેપારી મેહુલભાઈએ અરજી આપી હતી. જેના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...