તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હેઠળની પ્રાંત કચેરીઓ અને કલેકટર કચેરી નાં કર્મચારીઓની ક્રિકેટ ટીમો વચ્ચે જુનાગઢ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩) આયોજીત રેવન્યુ પ્રિમયર લીગ-2021 સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ ખાતે રમાડવામાં આવી હતી. જેમાં જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી, અધિક કલેકટર કચેરી, કેશોદ પ્રાંત કચેરી, વંથલી પ્રાંત કચેરી, મેંદરડા પ્રાંત કચેરી, વિસાવદર પ્રાંત કચેરી, જુનાગઢ પ્રાંત કચેરીની ક્રિકેટ ટીમો વચ્ચે પ્રિમીયર લીગ-2021 રમાયેલ હતી.
કોવીડ-19 ની મહામારી વચ્ચે સતત 11 માસથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરનારા જુનાગઢ જિલ્લાના વહીવટી તંત્રનાં કર્મચારીઓ ગરવા ગિરનારની ગોદમાં ફુલગુલાબી ઠંડીમાં ક્રિકેટ રમીને તનાવમુક્ત બની શારિરીક માનસિક સ્ફ્રુતિ મેળવી હતી. કેશોદ પ્રાંત કચેરી અને મેંદરડા પ્રાંત કચેરી તમામ રાઉન્ડ પુરા કરી ફાઈનલમાં પહોંચી હતી. બન્ને ટીમો વચ્ચે રસાકસીભર્યા ફાઇનલ મેચના અંતે છેલ્લી ઓવર અને છેલ્લી વિકેટ બાકી હતી. ત્યારે કેશોદ પ્રાંત કચેરી ચેમ્પીયન બની હતી. જ્યારે રનર્સ અપ મેંદરડા પ્રાંત કચેરી વિજેતા બની હતી.
જુનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, કેશોદ નાયબ કલેકટર રેખાબા સરવૈયા, મેંદરડા નાયબ કલેકટર સાકરીયા અને ચીટનીશ ટુ કલેકટર ઈનામ વિતરણ સમારોહ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. દરેક ક્રિકેટ મેચમાં મેન ઓફ મેચ, બેસ્ટ ફિલ્ડર,બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ સીરીઝના ખેલાડીઓને શિલ્ડ આપવામાં આવ્યાં હતાં. પ્રિમીયર લીગ-2021 ની વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
જુનાગઢ જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળ (વર્ગ-૩) નાં પ્રમુખ આશિષભાઈ બાખલકીયા, એમ. ડી. શુકલ, પ્રતિપાલસિંહ રાયજાદા, કેવિનભાઈ ખત્રી, પી.એ. કહોર, સી.એ.મુનીયા, કિરીટભાઈ સોલંકી, રામભાઈ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર હેઠળની પ્રાંત કચેરીઓ વચ્ચે યોજાયેલી પ્રિમીયર લીગ-2021 ના સ્વ.મનોજભાઈ અને મહેશભાઈ બોદર નાં સ્મરણાર્થે શિલ્ડ ટ્રોફીનાં સ્પોન્સર શુભમ મોબાઈલ રાજુભાઈ બોદર બન્યાં હતાં અને જુનાગઢ કલ્પ કન્સ્ટ્રકટર્સ દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.