વ્યાજખોરો ઝડપાયા:કેશોદમાં વ્યાજ વસુલી કરી યુવકને મરવા મજબૂર કરનાર બે આરોપીઓને કેશોદ પોલીસે ઝડપી પાડ્યા

જુનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેશોદમાં યુવકે ભાયા ઉર્ફે જગા માલદેભાઈ મારૂ અને કેશોદના માલદે કેશુભાઈ ઓડેદરા પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને રોજના 1000 લેખે ચૂંકવ્યું હતું મૃતક યુવાને 3.5 લાખનું વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો 1 લાખ જેવી રકમની પઠાણી ઉઘરાણી કરતા અને ફોન કરી રૂપિયા આપવા ધમકી આપતા હતા જેને લઇ કિશને આત્મહત્યા કરી હોવાનું તેના પિતાએ મૃતકના કોલ રેકોર્ડિગ અને વોટ્સઅપ ના પુરાવા આધારે કેશોદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ખાણદલ પરિવારના યુવાન કિશનને મરવા મજબૂર કરનાર ભાયા ઉર્ફે જગા માલદેભાઈ મારૂ અને કેશોદના માલદે કેશુભાઈ ઓડેદરા બંને વ્યાજખોરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...