તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવતર વિરોધ:કેશોદ પાલિકાએ વધારે 10 ટકા વેરાના વિરોધમાં મહિલાઓએ ઘરે ઘરેથી વાંધા અરજી એકત્ર કરવાનું અભિયાન શરૂ કર્યું

કેશોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા પાંચ દિવસથી શહેર કૉંગ્રેસ દ્વારા ચાલી રહ્યું છે પ્રતીક ઉપવાસ આંદોલન

જૂનાગઢના કેશોદ શહેરમાં પાલીકાએ દસ ટકા જેટલો વેરા વઘારી તેની અમલવારી સાથે વસુલવાનું ચાલુ કરતા શહેર કોંગ્રેસ સંગઠનના નેતાઓએ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. તેમ છતાં શાસકોના પેટનું પાણી ન હલતા હવે વોર્ડ નં.7 ની રહીશ મહિલાઓએ વેરા વઘારા સામે નવર વિરોઘ પ્રદર્શન કરવાના ભાગરૂપે ઘરે ઘરેથી વાંઘા અરજીઓ એકઠી કરી તંત્રને પાઠવવા તૈયારી કરી છે. કેશોદમાં વેરા વઘારા સામેના આંદોલનને લોકોને પ્રતિસાદ મળતો શરૂ થયો હોવાથી આંગામી દિવસોમાં આંદોલન ઉગ્ર થાય તો નવાઇ નહીં એવી શહેરીજનોમાં ચર્ચા શરૂ થઇ છે.

કેશોદ નગરપાલિકા દ્વારા 10 ટકા વેરો વધારો લાગું કરી વસુલવાનો ચાલું કરતા કેશોદ કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ લેખિતમાં રજૂઆત કરી ત્રણ દિવસમાં પ્રત્યુતર આપવા માંગ કરી હતી. જે અંગે પાલિકાના સત્તાધિશોએ કોઇ હકારાત્મક અભિગમ ન આપતા છેલ્‍લા પાંચ દિવસ થી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરેલ છે. તેમ છતાં શાસકોના પેટનું પાણી હલયુ નથી. ત્‍યારે હવે વેરા વઘારા સામે મહિલાઓ આંંદોલન કરવા મેદાનમાં આંવેલ છે. જેમાં શહેરના વોર્ડ નં.7 વિસ્‍તારમાં ડી.પી. રોડ પર રહેતી મહિલાઓએ વેરા વઘારો પરત ખેંચવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરેલ હતુ. આં સાથે મહિલાઓ દ્વારા તેમના વિસ્‍તારના ઘરે ઘરે જઇ વેરા વધારાના વિરોઘ વાંધા અરજીઓ લખાવી એકત્ર કરવાનું શરૂ કરેલ છે. જે એકત્રનું કામ પુર્ણ થયા બાદ કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી અને તંત્રને સુપ્રત કરશે.

તો બીજી તરફ છેલ્‍લા પાંચ દિવસથી ચાલી હેલ કોંગ્રેસના પ્રતિક ઉપવાસ આંદોલનના સ્‍થળે અનેક લોકો વેરા વઘારા સામે વાંધા અરજીઓ આંપવા આંવી રહયા છે. તેમ છતાં પાલીકાના નિંભર અધિકારીઓ કે પદાધિકારીઓએ ઉપવાસી છાવણીની મુલાકાત લઇ માંગણી સાંભળવાની તસ્‍દી લીઘી નથી. જેથી સતાનાં નશામાં મશગુલ સત્તાધિશોની કાર્યપઘ્‍ઘ‍િત સામે સમગ્ર શહેરમાં રોષ ભભુકી રહયો છે. તો છાશવારે નાના પ્રશ્નોને લઇ વિરોઘ દર્શાવતી અમુક સંસ્‍થાઓ જાહેર હિતને અસર કરતા વેરા વઘારાના વિરોઘમાં સેવેલ ચુપકીદી સૌને અકળાવી રહી છે. તેવા સમયે મહિલાઓએ વિરોઘ કરી સૌને શરમમાં મુકી દીઘા છે.

કેશોદ નગરપાલિકામાં કાર્પેટ એરિયા બેઝ મિલકત વેરો લાગું કરવામાં આવ્યાં બાદ મળવાપાત્ર રાહત લાભ મિલ્કત ધારકો ને આપવાને બદલે મનમાની અને મનઘડત અર્થઘટન કરનારા સત્તાધિશોની શાન આંદોલન ઉગ્ર રૂપ ઘારણ કરશે ત્યારે જ ઠેકાણે આવશે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

કેશોદના 1200 થી વધારે મિલ્‍કત ધારકોએ વાંધા અરજી આપી વિરોધ નોંધાવ્યો...

કેશોદ પાલિકાએ વઘારેલ 10 ટકા વેરો સામે કોંગ્રેસના આંદોલનના સમર્થનમાં જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા સહિતનાએ નાયબ કલેકટરને રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી છે. આં તકે પ્રમુખ નટુભાઈ પોકિયાએ જણાવેલ કે, કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે છે ત્યારે કેશોદ પાલિકાના સત્તાધિશો દ્વારા લાગું કરવામાં આવેલ વેરા વધારો પાછો ખેંચવો જોઈએ. કારણ કે, કેશોદ શહેરના 1200 થી વધારે મિલકત ધારકોએ વાંધા અરજી આપી વિરોધ નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...