તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:કેશોદ પાલિકાના ચીફ ઓફિસરના બોગસ સહી સિક્કા કરવાનો મામલો, કેળવણીકાર સામે પોલીસમાં અરજી થતા તપાસ શરૂ

કેશોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરની સહી સાથે ફાયરનું NOC રજૂ કરાયું હતું

થોડા સમય પહેલા સુરતમાં તક્ષશિલા અગ્નિ કાંડ થયા બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારએ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ અને હોસ્‍પીટલોમાં અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવા સાથે ફાયર એન.ઓ.સી. મેળવી લેવા જોગવાઈ કરી છે.

જેને લઇ કેશોદમાં કાર્યરત શૈક્ષણિક સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીએ ફાયર સેફ્ટી અંગેનું ના વાંધા પ્રમાણપત્ર ચીફ ઓફીસરની સહી વાળુ બનાવી શિક્ષણ વિભાગમાં રજુ કરેલ જે ખરાઇ અર્થે પાલીકામાં આવતા બોગસ હોવાનો ભાંડો ફૂટતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે. કેશોદ પાલીકાના મ્યુની.એન્જીનીયરે કેશોદ પોલીસમાં શૈક્ષણીક સંકુલના ટ્રસ્‍ટી સામે ફરીયાદ નોંઘાવવા અરજી કરતા પોલીસે તપાસ હાથ ઘરી છે.

કેશોદ મ્યુની.એન્જીનીયર વિપુલભાઈ ચૌહાણએ પોલીસમાં કરેલ અરજીમાં જણાવ્યા મુજબ કેશોદમાં આવેલ ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી અને બી આર એસ કોલેજ શારદાગ્રામમાં નોકરી કરતા પ્રવિણચંદ્ર સવજીભાઈ ગજેરાએ કેશોદ પાલીકાના ચીફ ઓફિસરના હોદાના સ્ટેમ્પ અને સહીઓ વાળુ ફાયર સેફ્ટી અંગેનું ના વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.) બોગસ બનાવી જુદી-જુદી ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ ન્યુ એરા પ્રોફેસર એકેડેમી હાઈસ્કુલ, ન્યુ એરા પ્રોફેસર કોર્મસ સ્કૂલ અને ન્યુ એરા પ્રોફેસર સાયન્સ સ્કૂલના નામ હેઠળ ગાંઘીનગર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે રજુ કરેલ હતા.‌

જે અંગે જુનાગઢ જિલ્લા મદદનીશ શિક્ષણ નીરીક્ષક અને જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજુ કરાયેલ ફાયર સેફ્ટીનું ના વાંધા પ્રમાણપત્ર અંગે તા.27/1/2021 ના રોજ ખરાઈ (ચકાસણી) કરવા કેશોદ પાલીકાના ચીફ ઓફિસરને મોકલવામાં આવેલ હતી. જેની ખરાઇ દરમ્‍યાન એન.ઓ.સી. બોગસ હોવાની સાથે તેમાં ચીફ ઓફીસરની સહી પણ બોગસ હોવાની સમગ્ર ગેરરીતિઓ ખુલ્લી પડી હતી.

જયારે જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા કાર્યવાહીની વિગતો માંગતા અંતે કેશોદ પાલીકાના મ્યુની.એન્જીનીયર વિપુલ ચૌહાણએ પાલીકાના ચીફ ઓફિસરના હોદાના બોગસ રબ્બર સ્ટેમ્પ બનાવી બોગસ સહીઓ કરી ફાયર સેફ્ટી અંગેનું ના વાંધા પ્રમાણપત્ર બનાવવા બદલ ઉપરોકત વિગતો સાથેની લેખીત અરજી આપતા પોલીસએ તપાસ હાથ ઘરી છે.

અત્રે નોંઘનીય છે કે, રાજય સરકાર દ્વારા સ્ટેટ ફાયર પ્રીવેન્સન બેઈઝ ઈમરજન્સી રીસ્પોન સેન્ટર રાજકોટના રીઝયોન ફાયર ઓફિસરને જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને રાજકોટ આમ ચાર જીલ્લામાં ફાયર સેફ્ટી અંગેનું ના વાંધા પ્રમાણપત્ર (એન.ઓ.સી.) આપવાની સતા આપવામાં આવી છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે જબ્બર નામનાં ધરાવતાં અને ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણચંદ્ર સવજીભાઈ ગજેરાનો ફાયર સેફ્ટી અંગેનું ના વાંધા પ્રમાણપત્ર બોગસ બનાવવા પાછળ નો હેતુ શું હોઇ શકે તે તો પોલીસ તપાસમાં બહાર આવશે. ઉપરાંત બોગસ રબ્બર સ્ટેમ્પ બનાવનાર ત્થા ચીફ ઓફિસરની સહીઓ કરનારની માહિતી પણ તપાસમાં જાહેર થવાની શકયતા છે. આ પ્રકરણમાં ભાંડાફોડ થતા કેશોદ શહેર અને તાલુકામાં રાજકીય ભૂકંપ સાથે અનેકવિઘ ચોકાવનારી ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં કેશોદ શહેર તાલુકામાં આવી બોગસ બાંધકામની મંજુરીઓ અને બોગસ ફાયર સેફ્ટી અંગેનું ના વાંધા પ્રમાણપત્ર ધરાવતી અન્ય સંસ્થાઓ હશે કે કેમ એ ટોપ ઓફ ટાઉન ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો