વિશ્વ કિન્નર દિવસ:કિન્નરોને કામ ધંધા માટે કેશવ ક્રેડીટ સહકારી મંડળી લોન-તાલીમ આપશે

જૂનાગઢ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ કિન્નર દિવસે જૂનાગઢના કિન્નરોનું સન્માન, સામે કિન્નરોએ પણ શાલ ઓઢાડી

કિન્નરોને માંગવા સિવાયનો કોઇ કામ ધંધો કરવા માટે લોન અને તાલીમની વ્યવસ્થા કરવાની જૂનાગઢની કેશવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીએ તૈયારી બતાવી છે. 20 નવે. 2021 ને વિશ્વ કિન્નર દિવસના ઉપક્રમે જૂનાગઢની કેશવ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા કિન્નર સમાજનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મંડળી દ્વારા કિન્નર સમાજના ઉપસ્થિત 12 ગુરૂઓને સાડીની ભેટ આપી સન્માનિત કરાયા હતા. તો કિન્નર સમાજે પણ મંડળીના સ્થાપક ચેરમેન વિનોદભાઇ બરોચિયાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

આ તકે વિનોદભાઇએ જણાવ્યું હતું કે, કિન્નર સમાજ તેની માંગવાની પ્રવૃત્તિમાં થોડો બદલાવી કરે તો સમાજ પણ તેઓને વધારે માન સન્માન આપે. જો તેમાં કોઇ પોતાના પગ પર ઉભા થાય તે માટે નાનો-મોટો કામ ધંધો કરવા લોન અને તાલીમની વ્યવસ્થા પણ કેશવ ક્રેડીટ કરશે. આ તકે ગુરૂ ચાંદની માસીએ જણાવ્યું હતું કે, ક્યારેય કોઇ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કિન્નર સમાજનું સન્માન કરાયું નથી. પ્રથમ વખતજ કેશવ ક્રેડીટ દ્વારા અમારું સન્માન કરાયું છે. આ તકે મંડળીના એમડી નરેન્દ્રભાઇ ભૂત, જનરલ મેનેજર સમીરભાઇ જોષી, ઓફિસર ઉપેન્દ્રસિંહ ચુડાસમા, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...