રજૂઆત:પગરખાં પર 12ના બદલે 5 ટકા જીએસટી રાખો : ધારાસભ્ય જોષી

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીએસટીમાં વધારો પાછો ખેંચવા ફૂટવેરના વેપારીનું આવેદન
  • વેપારીઓએ અડધો દિવસ દુકાન બંધ રાખી, ધારાસભ્યએ સીએમને રજૂઆત કરી

સરકારે જૂતા પર જીએસટી 5 ટકા હતો જેમાં 7 ટકા વધારીને 12 ટકા કર્યો છે તેની સામે વિરોધ થઇ રહ્યો છે. દરમિયાન જૂનાગઢ ફૂટવેર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઇ યાદવની આગેવાનીમાં વેપારીઓએ અડધો દિવસ દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત જીએસટીમાં કરેલ 7 ટકાનો વધારો પાછો ખેંચવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પણ આપ્યું હતું. જ્યારે આ મુદ્દે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવાયું છે કે, જીએસટીમાં 7 ટકાનો વધારો કરી 12 ટકા કરતા મધ્યમ વર્ગિય 85 ટકા વસ્તિની મુશ્કેલીમાં વધારો થશે. જીએસટીમાં વધારાથી વેપારીઓને પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવશે. સાથે આ રોજગાર સાથે જોડાયેલા પરિવારોની રોજીરોટીને પણ અસર થશે. ત્યારે 7 ટકાનો વધારો પરત ખેંચી 5 ટકા જ જીએસટી રાખવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...