જૂનાગઢ / ચોમાસામાં ગિરનાર પર કાશ્મીર જેવું વાતાવરણ, વાદળો સાથે વાત કરતો ગરવો ગિરનાર

X

  • વરસાદી ઝાપટુ પડતાં વાતાવરણ સ્વચ્છ બની ગયું
  • ચારે તરફ લીલુછમ ઘાસ જોવા મળી રહ્યું છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:04 PM IST

જૂનાગઢ. ચોમાસાની ઋતુમાં હાલ ગિરનાર અને તેના આસપાસના વિસ્તારોમાં કાશ્મીર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ચારે તરફ લીલુછમ્મ ઘાસ જોવા મળી રહ્યું છે અને ગિરનાર જાણે વાદળો સાથે વાત કરતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણ સ્વચ્છ બની ગયું છે અને ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે.  

ગિરનારમાં સાત શિખરો આવેલા છે
સ્કંદપુરાણનાં પ્રભાસખંડમાં ગિરનારનો રૈવતાચલ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગિરનાર ઉદયન પર્વત તરીકે પણ ઓળખાય છે. ગિરનાર હિમાલયથી પણ જૂનો છે. ચોમાસામાં અહીં કાશ્મીર જેવો માહોલ હોય છે. ગિરનાર વાદળોથી ઘેરાયેલો રહે છે. ગિરનારની પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. જાણે ગિરનારે લીલી ચાદર ઓઢી લીધી છે. ગિરનાર પર્વતમાં આવેલ ગોરખનાથ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે જેની ઊંચાઈ 3663 ફૂટ છે. દત્તાત્રેય શિખર 3330 ફૂટ, અંબાજી શિખર 3047 ફૂટ છે. ગિરનારમાં સાત શિખર છે.

કેવી રીતે પહોંચાય ગિરનાર?
જૂનાગઢ બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ મજેવડી દરવાજાથી ભવનાથ તેમજ બસ સ્ટેશનથી કાળવા ચોક જઇ ભવનાથ થઇ શકાય છે. ભવનાથ તળેટીથી ગિરનારની સીડી શરૂ થાય છે. ગિરનારમાં અનેક દેવતાનાં સ્થાનક છે. પરંતુ પ્રથમ જૈન દેરાસર, બાદ અંબાજી મંદિર પછી ગોરખનાથ શિખર અંતે દતાત્રેય શિખર આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી