તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અષાઢી બીજ:જગન્નાથજી મંદિરે અષાઢી બીજની કરાઇ ઉજવણી

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલા મંદિરે ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા. - Divya Bhaskar
જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલા મંદિરે ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા હતા.
  • શાહીસ્નાન, વસ્ત્ર શણગાર, હાંડી ભોગ, મહા આરતી યોજાઇ
  • કોરોના મહામારીને નાબૂદ કરવા કરાઇ પ્રાર્થના

જૂનાગઢના ગંધ્રપવાડા સ્થિત જગન્નાથજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન ભક્તોએ કોરોના મહામારીને નાબૂદ કરવા પ્રાર્થના કરી હતી. આ અંગે શૈલેષભાઇ પારેખે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે તમામ ધાર્મિક કાર્યક્રમો નિજ મંદિરે લીમીટેડ ભક્તોની ઉપસ્થિતીમાં સરકારી ગાઇડ લાઇનને અનુસરીને કરાયા હતા.

અષાઢી બીજના દિવસે ભગવાનને શાહી સ્નાન કરાવવામાં આવ્યું હતું, બાદમાં નવા વસ્ત્રો પહેરાવાયા હતા. બાદમાં હાંડીભોગ ધરાયો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે સાંજના 5 થી 7 દરમિયાન સત્યનારાયણ દેવની કથા કરાઇ હતી. સામાન્ય રીતે રથયાત્રા યોજાવાની હોય તો ચાંદીના સાવરણાથી ભગવાનની યાત્રાના રૂટને ચોખ્ખો કરવામાં આવે છે, પરંતુ કોરોનાના કારણે ભગવાન જગન્નાથજી, બલદેવ ભૈયા અને બહેન સુભદ્રાની નગરચર્યા યોજાવાની ન હોય પરિણામે રથયાત્રા ન યોજાતા પહિંદ વિધી પણ બંધ રહી હતી. એજ રીતે રાત્રીના હાટકેશ મંદિરે યોજાતો મહાપ્રસાદનો કાર્યક્રમ પણ બંધ રખાયો હતો.

દરમિયાન ઉપસ્થિત તમામ ભક્તોએ કોરોના મહામારીને નાબૂદ કરવાની પ્રાર્થના કરી હતી જેથી આવતા વર્ષે ભગવાનની રથયાત્રા યોજી શકાય અને જગન્નાથજીની નગરચર્યા થઇ શકે. કાર્યક્રમને સફળ બનાવવા વિરેનભાઇ શાહ,રાજુભાઇ ચુડાસમા, જનકભાઇ પુરોહિત, સાગરભાઇ વાજા, પ્રફુલભાઇ ચુડાસમા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...