વિસાવદર બેઠકનો ચૂંટણી જંગ:ત્રણ લેઉવા પટેલ ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર, અન્ય સમાજના મતદારો નિર્ણાયક બની રહેશે

જુનાગઢ3 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણો મુજબ દરેક પાર્ટીએ ઉમેદવારોની પસંદગી કરી છે જેમાં વિસાવદરની બેઠકમાં લેઉવા પાટીદાર સમાજ માંથી આવતા ત્રણ ઉમેદવારોને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ટિકિટ આપતા ત્રણેય વચ્ચે ત્રિ પાંખ્યો જંગ અને કાટે કી ટક્કર નો જંગ ચાલી રહ્યો છે..

જ્યારે ગુજરાતમાં આંદોલન સમય થી લઇ અને હાલની ચુંટણી માં ઉમેદવારો ને ઉભા રાખી પગ પેસારો કરતી આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તરીકે ભુપત ભાયાણી ને ટિકિટ આપવામાં આવી છે.ત્યારે ભુપત ભાયાણી પણ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે.અને ભેસાણ ના સરપંચ તરીકે પણ રહી ચૂક્યા છે અને ગ્રામ્ય લોકોના હંમેશા સંપર્ક રહેવા થી લોક ચાહના પણ મેળવી છે અને વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પાટીદારોનું વર્ચસ્વ છે તેમાં પણ ખાસ કરીને લેઉવા પાટીદારો..ત્યારે અન્ય જ્ઞાતિ આ બેઠક ઉપર સૌથી વધુ નિર્ણાયક સાબિત થશે.

ત્યારે ભુપત ભાયાણીએ દીવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે મેં તો બે વર્ષ પહેલાં આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી છે અને તે સમયે કોઈપણ પ્રકારની ચૂંટણી ન હતી. એ સમયે થયેલા ફેરફારો માં લોકો ભાજપમાં જોડાયા હતા. હું માત્ર એક વ્યક્તિ છું આ વિસ્તારમાં કે જેને આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ અને કેજરીવાલ અને ઈશુદાન ગઢવીનો પરિવર્તનનો સંદેશ લઇ લોકો વચ્ચે જવ છું અને આ જોઈ લોકો મને સમર્થન પણ કરી રહ્યા છે.

વિસાવદર તાલુકામાં મતદારોને રીઝવવા માટે ભાજપ ના ઉમેદવાર હર્ષદ રીબડીયા ગામે ગામ કાર્યકર્તાઓ સતાહે મીટીંગો કરી અને પોતાનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગામડાઓમાં હર્ષદ રીબડીયા ને લોકો આવકારી રહ્યા છે.ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા એ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જ્યારે લડ્યો ત્યારે એકલા હાથે લડવાનું હતું કારણ કે કોંગ્રેસમાં સંગઠન તો છે જ નહિ. પરંતુ ભાજપનું આવડું મોટું સંગઠન મને ચૂંટણી જીતાડશે. લોકો વચ્ચે ગામડાંમાં ગામ લોકોની વ્યવથા,કાર્યકર્તાઓ નો સહકાર અને ગામમાં જાવ ત્યારે ઢોલ થી ,સામૈયા થાય અને અઢારે વરણ એક થઈ સ્વાગત કરે ત્યારે ખૂબ આનંદ થાય. ત્યારે ભાજપમાં જોડાયા પછી એવું લાગે છે કે આ ચૂંટણી લોકો મને જંગી લીડ થી ચુંટાવશે

બીજી તરફ વિસાવદર બેઠક માટે કોંગ્રેસ માંથી કરસન વાડદોરિયાને ટિકિટ આપવામાં આવી છે. હર્ષદ રીબડીયા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેના ચાણક્ય ગણાતા કરસન વાડોદરિયા દરેક ચૂંટણી વખતે હર્ષદભાઈ ને જીતાડવા માટે તનતોડ મહેનત કરી અને જંગી લીડ થી બે વખત વિજય અપાવ્યો હતો ત્યારે હવે એક સમયના બંને મિત્રો આજે એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે..ત્યારે લેઉવા પાટીદારોના મત એકઠા કરવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે.

વિસાવદર વિધાનસભા બેઠકમાં કયા જ્ઞાતિના કેટલા મતદારો છે તેના ઉપર નજર નાખીએ તો 1,00,000 કરતા વધુ મતદારો લેઉવા પટેલ સમાજના છે. ઉપરાંત 19,000 મત દલિત સમાજના છે તેમજ દસ હજાર કોળી સમાજના 8700 મતદારો દરબાર જ્ઞાતિના છે. 7000 આહિર 7000 મુસ્લિમ અને 7000 પ્રજાપતિ સમાજના મતદારો છે ઉપરાંત 68,000 જેટલા મતદારો અલગ અલગ જ્ઞાતિના છે.

અન્ય સમાચારો પણ છે...