અકસ્માત:કણજા ફોરટ્રેક ઉપર બાખડતા ખૂંટિયા બાઈક પર પડ્યાં; 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત રાત્રીના સમયે બન્યો બનાવ, 108 મારફત જૂનાગઢ સારવાર માટે ખસેડાયા

જેતપુર-સોમનાથ ફોરટ્રેક પરના ડીવાયડર પર વાવેતર કરાયેલા ઝાડનું સમયસર કટિંગ થતું નથી અને તેમાં રેઢિયાળ પશુઓનો જમાવડો પણ જોવા મળતો હોય છે અને અચાનક જ રોડ પર આવી જતા હોય છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યાં છે. છતાં તંત્ર હજુ કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેમ કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે જ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાત્રીના સમયે કણઝાધાર પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક બે આંખલા બાખડતાં હતા અને અચાનક જ રોડ પર આવી જઈ બાઈક સાથે અથડાયા હતા અને અકસ્માત સર્જાયો હતો

જેમાં આર્યન યુસુફ આગવાન (રહે.અજંટા ટોકીઝ), સદામ હારૂન શેખ, રેહાનને ઈજા પહોંચી હોય 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ રીફર કરાયાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાઈક સવાર ગડુ, ચોરવાડ તરફ થી આવતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે, કે થોડા સમય પહેલાં વંથલી પાસે બાઈક આડે ખુટિયો ઉતરતાં જૂનાગઢ ના એક યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત સાંતલપુર ધાર પાસે પણ બાઈક આડે ખૂટયો પડતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...