દહેજના દુષણમાં જીવન નર્ક બન્યું:'તું તારા પિયરમાંથી 10 લાખ લઇ આવ' કહીને કલોલના સાસરિયાઓએ જૂનાગઢની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીતાએ પતિ સહિતના સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

જૂનાગઢમાં રહેતી એક પરિણીતાને ગાંધીનગરના કલોલમાં રહેતા સાસરિયાઓએ દહેજ બાબતે ત્રાસ આરી ઘરેથી કાઢી મૂકતા પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

2018માં લગ્ન થયા હતા
જૂનાગઢના ટીંબાવાડીની યુવતીના લગ્ન વર્ષ 2018માં કલોલ ખાતે રહેતાં યુવક સાથે સમાજના રિતરિવાજ મુજબ થયા હતા. લગ્નની શરૂઆતમાં સાસરિયા અને પતિ પરિણીતાને સારી રીતે રાખતા હતા. આ દરમિયાન પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો.

10 લાખની માંગ કરી
ત્યારબાદ પતિ સહિત સાસરિયાઓએ પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને કહ્યું હતું કે, 'અમારે ડુપ્લેક્ષ લેવું છે, તું પિયરમાંથી 10 લાખ લઇ આવ.' જોકે, પરિણીતાએ આ વાતનો ઇનકાર કરતા સાસરિયાઓએ માનસિક અને શારિરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પરિણીતાને સાસરિયાઓએ પહેરેલા કપડે ઘરેથી કાઢી મૂકી હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...