વાવેતર:જમીન માફક નથી આવતી એટલે કાદરી મગફળીનું ઉત્પાદન થતું નથી

જૂનાગઢ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સ્થિત કચેરીએ ખેડૂતોને માર્ગદર્શન અપાય છે. - Divya Bhaskar
જૂનાગઢ સ્થિત કચેરીએ ખેડૂતોને માર્ગદર્શન અપાય છે.
  • જીજે-32 અને 22નાં વાવેતરમાં છેલ્લા 2 વર્ષથી સતત વધારો થયો
  • જી-20ના વાવેતરમાં​​​​​​​ નહીંવત ઘટાડો નોંધાયો

સોરઠ પંથકમાં ચોમાસુ સીઝનમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે. જો કે, અત્યાર સુધી જી-20 મગફળીના વાવેતર વધુ થતું હતું. પરંતુ હવે જીજે-32 નંબરની મગફળીનું વાવેતર વધ્યું છે. જ્યારે છેલ્લા 2 વર્ષથી ખેડૂતોએ આંધ્રપ્રદેશની કાદરી જાતની મગફળીનું વાવેતર પણ શરૂ કર્યું છે. જો કે, ઉત્પાદન મળતુ નથી. આ અંગે મુખ્ય તેલીબીયાં કેન્દ્ર જૂનાગઢનાં અધિકારી જે.જે.સાવલીયાએ કહ્યું હતું કે, આધ્રમાં જમીન રાતી હોય જેથી કાદરી મગફળીનો ડોડવો ભરાવદાર થાય છે. પરંતુ અહીંયા કાળી જમીનનાં કારણે ડોડવો ભરાવદાર ન થતો હોય જેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

જી-20નું સંશોધન 1991માં થયું હતું
જી-20 મગફળી આમ તો સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પ્રખ્યાત છે. ત્યારે તેમના સંશોધન વિશે પણ જાણવુ જરૂરી છે. આ મગફળીની જાતનું સંશોધન વર્ષ-1991માં થયું હતું. જ્યારે જીજે-32નું સંશોધન વર્ષ 2017માં થયું હતું.

જીજે-32માં ફુગનું પ્રમાણ નહીવત જ જોવા મળે છે
જી-20માં પાક સમયે રાતડ, ગેરૂ આવતો હોય છે. જેથી ઉત્પાદન પણ ઓછુ મળે છે અને દવાનો ખર્ચ પણ વધી જતો હોય છે. જ્યારે જીજે-32માં રાતડ કે ગેરૂ આવતો નથી. જે પાકના અંતિમ દિવસો સુધી એ જ સ્થિતીમાં રહે છે. જેથી ચારો ઉપરાંત પાકનું ઉત્પાદન પણ વધુ મળતું હોવાનું અધિકારી જે.જે.સાવલીયાએ જણાવ્યું હતું.

નિંદામણની દવા નુકસાન કારક
છેલ્લા કેટલાક સમયથી મગફળી કે અન્ય પાકમાં નિંદામણ ઓછું કરવુ પડે એ માટે દવાનો સહારો લેવામાં આવી રહ્યો છે. જો કે, આ દવાનો છંટકાવ લાંબા ગાળે જમીન માટે નુકસાન કારક સાબીત થઈ શકે છે.મગફળીના પ્રકાર અને જાતો

અન્ય સમાચારો પણ છે...