મતગણતરી:જૂનાગઢમાં કેશોદ તાલુકાના ઈસરા ગામમાં સરપંચ પદે ગોપાલભાઈ ઘુંસર 22 મતથી વિજેતા, 338 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 5100 થી વધુ ઉમેદવારોના ભાવીનો ફેસલો

જૂનાગઢમાં ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. એક સાથે તમામ 9 તાલુકાઓમાં મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના 338 ગામની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આજે 5100 થી વધુ ઉમેદવારોના ભાવીનો ફેસલો થશે. જૂનાગઢમાં બહાઉદીન કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના બેલા ગામમાં સરપંચ તરીકે જ્યોતિ બેન સંકળિયા વિજેતા જાહેર થયા છે. જ્યારે રૂપાવટી ગામમાં જીગ્નેશ હીરપરા વિજેતા થયા છે. વંથલી તાલુકાના ઇટળા ગામે સરપંચ પદ માટે ગીતાબેન જાદવ વિજેતા થયા છે.

ભેસાણ તાલુકાના વાંદરવડ ગામમાં સરપંચ પદે પ્રદીપભાઈ કાનપરિયા વિજેતા
ભેસાણ તાલુકાના ખાખરા હડમતીયાગામમાં સરપંચ પદે રેખાબેન હુદડ વિજેતા
ભેસાણ તાલુકાના ડમરા ગામમાં સરપંચ પદે નબૂ બેન વિજેતા
ભેસાણ તાલુકાના પસવાલા ગામમાં સરપંચ પદેજયસિંગ ભાટી વિજેતા
ભેસાણ તાલુકાના સાકરોલા ગામમાં સરપંચ પદે જયાબેન કથીરીયા વિજેતા
કેશોદ તાલુકાના જોનપુર ગામમાં સરપંચ પદે પુરીબેન નાથાભાઈ જીલડીયા 63 મતે વિજેતા

કેશોદ તાલુકાના રંગપુર ગામમાં સરપંચ પદે રાજેશભાઈ મનસુખભાઈ ઘોડાસર 527 મતે વિજેતા
કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામમાં સરપંચ પદે જયેશ સોલંકી 214 મતથી વિજેતા
કેશોદ તાલુકાના ઈસરા ગામમાં સરપંચ પદે ગોપાલભાઈ ઘુંસર 22 મતથી વિજેતા
જૂનાગઢ તાલુકાના સરોડ ગામમાં સરપંચ પદે નાથાભાઇ પીઠાભાઇ રાજતિયા 84 મતે વિજેતા જાહેર

જૂનાગઢના બળિયાવાડ ગામે સરપંચ પદે મહિપતભાઈ વાળા વિજેતા
જૂનાગઢના બંધાળા ગામે સરપંચ પદે ચંપાબેન ગોંડલીયા વિજેતા
જૂનાગઢના મેવાસા કાકડીયા ગામે સરપંચ પદે વિનોદભાઈ રાણોલિયા વિજેતા

અન્ય સમાચારો પણ છે...